ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું જીનોમ(વંશસુત્ર) શોધી કાઢ્યું, હવે રસી શોધવી સરળ

વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે વિશ્વના વૈજ્ઞાનિકોએ કોરોનાને હરાવવા માટે ચેલેન્જ ઉપાડી લીધી છે. વૈજ્ઞાનિકો કોરોનાની દવા કે વેકસીન શોધવા ભારે મથામણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કોરોનાનું વંશસુત્ર એટલે કે જીનોમ્સ સિકવન્સ શોધી કાઢયું છે.

ગુજરાત
ગુજરાત

By

Published : Apr 17, 2020, 4:44 PM IST

અમદાવાદ : ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું જીનોમ્સ શોધી કાઢયું છે. જેનાથી હવે કોરોનાની દવા કે વેકસીન(રસી) શોધવી ખૂબ સરળ થઈ પડશે. સામાન્ય રીતે માણસ, પશુ અને વનસ્પતિની પ્રકૃતિ, સ્વભાવ અને સંરચના તેવા ડીએનએ પરથી નક્કી થાય છે. જ્યારે વાયરસની સંરચના તેમાં રહેલા આરએનએ નામના એસિડના આધારે જાણ થાય છે. તેનાથી શરીર પર ત્રાટકવાનો અંદાજ પણ આવે છે.

ગુજરાત બાયોટેકનોલોજી

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોષીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 11 માર્ચે કોરોના(કોવિડ-19)ને મહામારી જાહેર કરી હતી. વિશ્વમાં સૌપ્રથમ ચીનના વુહાન શહેરમાં કોરોના પોઝિટિવ સૌથી વધુ કેસો આવ્યા હતા. ત્યાર પછી ચીનમાં કોરોનાની દવા અને રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી પણ વિશ્વમાં અત્યાર સુધીમાં 396 લેબોરેટરીઓમાં આ અંગેના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસમાં સમયાઅંતરે છ પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે.

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર


ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં કોરોના વાયરસના જીનોમ્સ(વંશસુત્ર)ને શોધવમાં આવ્યું છે. આ પ્રકારનું વિશ્લેષણ ભારતમાં એક પણ લેબોરેટરીમાં થયું નથી. ભારતમાં ગુજરાતમાં જ આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આપણને એક અનોખી સિદ્ધિ મળી છે. કોરોના વાયરસ એક માનવીથી બીજા માનવીમાં ખૂજ ઝડપથી પ્રવેશે છે. ત્યારે આ પ્રકારના સંશોધનના કારણે કોરોના વાયરસ કયા પ્રકારે શરીરમાં પ્રવેશે છે, અને ફેફસાં સહિત અન્ય અંગો પર કેવી રીતે પ્રહાર કરે છે. તેનો અંદાજ આવી શકશે.

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કોરોનાના વંશસુત્ર ને તો શોધ્યું છે. પરંતુ તેની સાથે નવી સિદ્ધિ પણ હાંસલ કરી છે. કોરોના વાયરસમાં ત્રણ પ્રકારના ફેરફારને પણ શોધી કાઢ્યા છે. જે ખૂજ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર સંશોધન કોરોનાની રસી કે દવા બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લઈને આ દિશામાં વધુ સંશોધન કરવામાં આવશે. વધુ સેમ્પલ આવશે તો કોરોનાની ઓળખ અને સંશોધનમાં વધુ સરળતા થશે. કોઈપણ વાયરસ હોય તેની દવા શોધતાં પહેલા તેને ઓળખવો પડે, તે પછી જ તેની રસી શોધવી સરળ પડે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતાન મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોની અનોખી ઉપલબ્ધી અંગેની જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details