લાલદરવાજા બહુમાળી ભવનમાં નોકરી કરતા GST અધિકારી રમેશ પંડ્યા 21,000 રુ.ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ફરિયાદીએ ACBને જાણ કરતાં ACBએ છટકું ગોઠવીને 21,000 રુ.ની લાંચ લેતા અધિકારી રમેશ પંડ્યાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
GST વિભાગમાં અધિકારી 21,000 રુ.ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ: લાલદરવાજા બહુમાળી ભવનમાં GST અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા રમેશ પંડ્યાએ ટેક્સની અને પેનલ્ટી રકમમાં ઘટાડો કરવાનું કહીને 21,000 રુ.ની માંગણી કરી હતી. ફરિયાદીએ ACB(લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો)ને જાણ કરતા 21,000 રુ.ની લાંચ લેતા GST અધિકારી રંગે હાથે ઝડપી પડાયા છે.
સ્પોટ ફોટો
ACBએ રમેશ પંડ્યાને અમરેલીમાં લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ACBએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. આ મામલે અન્ય અધિકારીઓ પણ સપડાયેલા છે કે નહીં, તે દિશામાં પણ ACB તપાસ કરી રહી છે.