RTI હેઠળ પ્રવેશને લઈ જવાબ રજૂ કરવા સરકારે ત્રીજીવાર સમયની માગ કરી - PRIMARY
અમદાવાદ: RTI હેઠળ બાળકોને ધોરણ 1થી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ તેને નર્સરીથી શરૂ કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને નોટીસ પાઠવી સમગ્ર બાબતે ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 8 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
RTI હેઠળ પ્રવેશને લઈ જવાબ રજુ કરવા સરકારે ત્રીજીવાર સમયની માંગ કરી
ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા RTIના નિયમ પ્રમાણે કલમ 12(1) મુજબ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આરટીઈની કલમ 12(1) મુજબ ધોરણ -1માં 25 ટકા બાળકોને પ્રવેશ આપવાની યોજના લાગુ કરાઈ છે. જો કે પ્રવેશ નર્સરીથી આપાવામાં આવે તેવી અરજદાર દ્વારા દાદ માંગવામાં આવી હતી. જેની સામે નોટીસ કાઢયા બાદ રાજ્ય સરકાર દ્વારા ત્રણ વાર સમયની માગ કરવામાં આવતા વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરાશે.