ગુજરાત

gujarat

ETV Bharat / state

Gold And Silver Price: આજે સોનાના ભાવમાં જોવા મળ્યો વધારો

રાજ્યમાં આજે 17 જાન્યુઆરીએ સોનાના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ કોઈ વધારો કે ઘટાડો (Gold Silver Price Today) થયો નથી. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ.

Gold And Silver Price: આજે સોનાના ભાવમાં જોવા મળ્યો વધારો
Gold And Silver Price: આજે સોનાના ભાવમાં જોવા મળ્યો વધારો

By

Published : Jan 17, 2023, 1:53 PM IST

અમદાવાદ: સ્થાનિક માર્કેટમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. સોનાના ભાવમાં રૂપિયા 500નો સીધો વધારો નોંધાયો હતો. જેથી નવો ભાવ રૂપિયા 58500 સામે આવ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી કે અર્થતંત્ર ધીમું પડે એવી કોઈ ચિંતા વચ્ચે ભાવ 1900 ડૉલર પ્રતિ ઔંશની સપાટીએ પાર કર્યા બાદ ભારત દેશમાં ભાવ પણ વધી રહ્યા છે. દેશમાં હવે લગ્ન સીઝન પણ શરૂ થઈ છે. જેના કારણે જે પરિવારમાં લગ્ન છે, ત્યાં લોકોએ હવે સોના માટે વધારે ભાવ દેવાના થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, આગામી બજેટમાં સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થશે.

આ પણ વાંચો:Daily Horoscope : કર્ક રાશિના જાતકોને આજે પરિવાર અને સંબંધીઓ સાથે ચર્ચા અને વિવાદ થઈ શકે છે

ભાવ વધ્યા: ગત વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં પહેલી વખત સોનાના ભાવ રૂપિયા 58000 સુધી પહોંચ્યા હતા. ગત અઠવાડિયા ઓલ ટાઈમ હાઈ સપાટી રહ્યા બાદ સોમવારે અઠવાડિયાની શરૂઆતમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. સોનામાં તેજી જોવા મળતા સોની માર્કેટમાં વેપારીઓને પણ થોડી આશા જાગી છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે. સંક્રાંતની સીઝન પૂરી થતા હવે લગ્નસીઝન શરૂ થઈ છે. જેને લીને સોનાની અને ચાંદીની ખરીદીમાં લોકો રસ દાખવી રહ્યા છે. વૈશ્વિક બેંક તરફથી સોનામાં બાઈંગ નીકળતા વિશ્વ સ્તરે ગોલ્ડના ભાવ વધી રહ્યા છે. જેના કારણે સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:17 જાન્યુઆરી 2023, જાણો આજના પંચાંગ વિશે

ગોલ્ડના ભાવને ટેકો: ઊંચો ફૂગાવો, ડૉલર ઈન્ડેક્સમાં નબળાઈ તેમજ રશિયા યુક્રેનનું યુદ્ધ ગોલ્ડના ભાવને ટેકો આપી રહ્યા છે. બીજી બાજું મુખ્ય કરંસીની સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઘણ આંગણે સ્થાનિક ઝવેરી માર્કેટમાં ગોલ્ડ 99.90 દસ ગ્રામના જીએસટી ભાવ વગર રૂપિયા 56883 સાથે નવી ઊંચાઈએ બંધ રહ્યો છે. ગત અઠવાડિયાની તુલનાએ 400થી વધારેનો ઉછાળો જોવા મળી રહ્યો છે. 99.50 ગોલ્ડ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 56665 પર બંધ થયા છે. ગત મહિને ચાંદીના ભાવ રૂપિયા 69169 પર બંધ થયા છે.

ABOUT THE AUTHOR

...view details