ગુજરાત

gujarat

ETV Bharat / state

AMCએ ખોખરાબ્રિજ પાસે ગોડાઉન તોડી બીજી જગ્યા ન ફાળવતા ગોડાઉન માલિકે HC માં કરી ફરીયાદ - astate department

અમદાવાદઃ ખોખરા ઓવરબ્રિજના પુનઃનિર્માણ માટે ગોડાઉન ખાલી કરાવ્યા બાદ કોર્પોરેશને વૈક્લ્પિક વ્યવસ્થા નહીં કરતા ગોડાઉન માલિકે હાઈકોર્ટમાં ફરીયાદ કરી છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે જવાબદારો પાસે ખુલાસો માંગ્યો છે.

AMCએ ખોખરાબ્રિજ પાસે ગોડાઉન તોડી બીજી જગ્યા ન ફાળવતા ગોડાઉન માલિકે HC માં કરી ફરીયાદ

By

Published : Jun 5, 2019, 3:02 AM IST

ખોખરા ઓવરબ્રિજના પુનઃનિર્માણની કામગીરી ચાલી રહી છે. તેની નીચે કોર્પોરેશન દ્વારા વર્ષોથી ભાડ્ડાપટે આપવામાં આવેલા 4 ગોડાઉનને કોર્પોરેશન દ્વારા તોડી પાડવાના નિર્ણય સામે ભાડુઆતે અન્ય સ્થળે ગોડાઉનની વ્યવસ્થા કરવાની માગ કરી હતી. જેને AMCએ અવગણી હતી. જેથી આ ભાડુઆતે AMC વિરુધ્ધમાં હાઈકોર્ટમાં ફરીયાદ કરી છે. હાઈકોર્ટે આ મામલે AMC અને એસ્ટેટ વિભાગને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

અરજદારના વકીલ ધવલ જયસવાલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, અરજદાર વીએસ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલમાં સ્પીરિટ એટલે કે સ્પ્રે સપ્લાય કરે છે. બીજો કોઈ વ્યવસાય ધરાવતા નથી. જેથી જો અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો તેમની રોજગારી છીનવાઈ શકે છે. જે વાતને માન્ય રાખી જસ્ટીસ એ.પી.ઠાકરે કોર્પરેશન અને એસ્ટેટ વિભાગ પાસે જવાબ માગ્યો છે. જેની બીજી સુનાવણી 11મીએ થશે.

ABOUT THE AUTHOR

...view details