ગુજરાત

gujarat

ETV Bharat / state

3 બાળકોએ ગલ્લાના બચતના પૈસા પોલીસ કર્મીને આપ્યા, કહ્યું- જરૂરીયાતમંદોની મદદ કરજો

સામાન્ય રીતે પોલીસને જોઈને બાળકો ડરીને ભાગી જતાં હોય છે, પરંતુ અમદાવાદના ત્રણ બાળકોએ પોતાના બચતના ગલ્લા લઈ પોલીસ સ્ટેશનમાં અધિકારીને પૈસા સ્વીકારી જરૂરિયાતમંદની મદદ કરવા અપીલ કરી છે. મહત્વપૂર્ણ છે કે, કેટલાક લોકો લૉકડાઉનનું પાલન નથી કરી રહ્યા. જ્યારે આ નાના બાળકો વર્તમાન પરિસ્થિતિને સમજી મદદ માટે આગળ આવ્યા છે.

By

Published : Apr 1, 2020, 8:35 PM IST

બચતના પૈસા પોલીસ કર્મીને આપી કહ્યું જરૂરીયાતમંદોની મદદ કરજો
બચતના પૈસા પોલીસ કર્મીને આપી કહ્યું જરૂરીયાતમંદોની મદદ કરજો

અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રતીક ગોહિલે હાલમાં જ કોરોનાથી કઈ રીતે બચી શકાય તેને લઈને નિવેદન આપ્યા હતા. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થતાં આ ત્રણેય બાળક જેદ મેમણ, મોઇન અને અમેના મેમણે વીડિયો જોયા બાદ તેનાથી પ્રભાવિત થઈને PSI ગોહિલને મળવા અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા લાંબા સમયથી બચત કરેલા ત્રણ ગલ્લામાંથી પૈસા પોલીસ અધિકારીને આપ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોની મદદ અપીલ કરી હતી.

આ મુદ્દે વાતચીત કરતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI ગોહિલે જણાવ્યું હતું કે, બાળકોના આવા નિર્ણયથી ખૂબ જ પ્રભાવિત થયો છું. ત્રણેય બાળકો ડબ્બા લઈને મારી પાસે આવ્યા અને તેમણે આ રકમ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવા કહ્યું હતું. ત્રણેય બાળકોના ડબ્બામાંથી કુલ 5500 રૂપિયા નીકળ્યા હતા. જેનું હવે પોલીસ દ્વારા ગરીબોને અપાતી કીટમાં ઉપયોગ કરાશે.

આ મુદ્દે વાતચીત કરતા બાળકોએ જણાવ્યું હતું કે અમે વોટ્સએપ પર પોલીસ અંકલનો વિડીયો જોયો હતો. જેમાં તેઓ કોરોના સામે રક્ષણ અને મદદ માટે અપીલ કરી જે જોઈને અમે પ્રભાવિત થયા અને મદદ કરી

અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details