ઘાટલોડિયામાં ભોગ બનનાર યુવતી તેના પરિવાર સાથે રહે છે અને તેની સામે જ કનુ સિંગાડીયા નામના યુવકની દુકાન આવેલી છે. યુવતીની રાજસ્થાનમાં સગાઈ કરવામાં આવી હતી. ત્યારે 30 જુલાઈએ કનુ સિંગાડીયા યુવતીના ઘરે આવ્યો હતો અને ધમકી આપી હતી કે, યુવતીના બીજી જગ્યાએ લગ્ન કરાવવામાં આવશે તો તેની સાથે ગેંગ રેપ કરશે અને જબરજસ્તી લગ્ન કરી યુવતીની સગાઈ તોડાવી નાખશે.
અમદાવાદમાં રોમિયો બન્યા બેફામ, યુવતીને આપી દુષ્કર્મની ધમકી - આરોપીની ધરપકડ
અમદાવાદ: શહેરમાં મહિલાઓને હેરાન કરતા રોમિયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે, હજુ 2 દિવસ અગાઉ જ પ્રેમમાં યુવકે યુવતીને છરીના ઘા માર્યા હતા. ત્યારે, બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતીની સગાઈ થઈ થતા ગેંગ રેપ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે યુવતીએ ડરીને 5માં માળેથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, યુવતીનો જીવ બચી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ ધમકી આપતા જ યુવતીએ ડરથી 5માં માળેથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, પડતાની સાથે યુવતીને કમર અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. ત્યાર બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
30 તારીખના બનાવની પોલીસે 7 ઓગસ્ટે ફરિયાદ નોંધતા અનેક શંકાઓ ઉભી થઇ છે. ત્યારે, પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, અગાઉ જાણવા જોગ ફરીયાદ લીધી હતી. જેમાં તપાસ કરતા વધુ વિગત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હજુ સુધી પોલીસ આરોપી યુવકને પકડી શકી નથી, પોલીસે આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો હાથ કર્યા છે.