ગુજરાત

gujarat

અમદાવાદના માંડલમાં હજારો વર્ષ જુની લોક પ્રચલિત ગરબીઓ પર પ્રથમવાર પરંપરા તૂટી

માંડલમાં આવેલા જગવિખ્યાત પ્રસિદ્ધ ખંભલાય માતાજીના ચાંચર ચોકમાં લગભગ હજારો વર્ષોથી દર નવરાત્રિના નવ દિવસ પંથકની મહિલાઓ,બાળાઓ,યુવાનો ગરબે ઘુમે છે. પરંતુ વર્ષો બાદ ફક્ત માતાજીની આરતી ઉતારી અને પ્રસાદ વિતરણ કરવામાં આવતા પ્રથમવાર ગરબીઓની પરંપરા તૂટી છે.

By

Published : Oct 19, 2020, 8:44 AM IST

Published : Oct 19, 2020, 8:44 AM IST

Garbi
Garbi

  • કોરોના વાઈરસને લીધે ગરબા રદ્દ
  • માંડલમાં હજારો વર્ષ જુની ગરબીની પરંપરા તુટી
  • ગરબા રદ્દ થતાં માત્ર ગરબાનું સ્થાપન થયુ અને પ્રસાદ વિતરણ

અમદાવાદઃ નવરાત્રિનો પર્વ એટલે મા અંબા જગદંબા ભગવતીની ઉપાસના આરાધના કરવાનો પર્વ, અધર્મ ઉપર ધર્મનો વિજય, બુરાઈ પર અચ્છાઈનો વિજય, અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કરાવતું પર્વ. માંડલ ખાતે આવેલા પ્રસિદ્ધ ખંભલાય માતાજીના ચાચર ચોકમાં લગભગ હજારો વર્ષોથી દર નવરાત્રિના નવ દિવસ પંથકની મહિલાઓ, યુવાઓ અને યુવતીઓ ગરબે ઘૂમે છે. તેવીજ રીતે વાઘેશ્વરી માતાજીની ગરબી ઉપર પરંપરા અનુસાર હજારો વર્ષોથી ગરબા રમાય છે. પણ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકાર અને સ્થાનિક તંત્રના જાહેરનામા અનુસાર નવરાત્રિમાં ગરબા રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હજારો વર્ષ જૂની પરંપરા તૂટી

આ બે મંદિરો પર નહીં મંડપ, નહીં રોશની, નહીં ગરબી બહાર કઢાય તો ગરબા પણ નહીં રમવામાં આવે. ત્યારે આ વર્ષે હજારો વર્ષ જૂની પરંપરા તૂટી છે. જોકે માતાજીના ગર્ભગૃહમાં ગરબાનું સ્થાપન, પૂજન અને આરતી કરવામાં આવી રહી છે. આરતીમાં આવી રહેલા ભક્તોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાઈ રહ્યું છે. તેમજ પ્રસાદ આપી લોકોને ઘરે જવા સૂચના આપવામાં આવે છે. આમ માંડલના પરાવાસ વિસ્તાર, કુંભારની ગરબી, સિદ્ધયોગી સોસાયટી, અંબિકાનગર, ડોકટર સોસાયટી,ચાણક્યપુરી અને રામાનંદ સોસાયટી તેમજ દલિત વિસ્તારમાં યોજાતાં ગરબા સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવ્યા છે.

માંડલમાં હજારો વર્ષ જુની લોક પ્રચલિત ગરબીઓ પર પ્રથમવાર પરંપરા તૂટી

માંડલમાં જગવિખ્યાત ખંભલાય માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી ગરબા ઉપર પ્રતિબંધના કારણે ચાચર ચોકમાં ખાલી માતાજીની આરતી ઉતારી અને પ્રસાદ આપી નવરાત્રિ ઉજવવામાં આવી.

ABOUT THE AUTHOR

...view details