ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટનાને લઈ કોંગ્રેસે મેયરને આવેદન આપતા તું તું મેં મેં થઈ

અમદાવાદ: કાંકરિયા પાર્કમાં રાઈડ તૂટવા મામલે પોલીસ, કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ કરવા FSLની ટીમ સ્થળ પર પહોંચી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી 6ની ધરપકડ કરી છે. તો આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મેયર બીજલ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

કાંકરીયા ચકડોળ તુટી પડવાની ઘટનાની તપાસ કરવા FSL ટીમ પહોંચી

By

Published : Jul 15, 2019, 2:18 PM IST

Updated : Jul 15, 2019, 6:55 PM IST

આ બાબતે કોંગેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ કોંગ્રેસ દ્વારા મેયર બીજલ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મેયર બીજલ પટેલે કહ્યું કે આ ઘટનામાં કોર્પોરેશની કોઈ વ્યક્તિ જવાબદાર નથી. અને રહી વાત મારા રાજીનામાંની તો મારે ક્યારે રાજીનામુ આપવું જોઈએ એ કોઈએ મને જણાવવાની જરુર નથી.

ગ્રેસ દ્વારા મેયર બીજલ પટેલને આપ્યું આવેદનપત્ર

રાઇડ તૂટવાની ઘટના પછી તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે.રાઈડમાં ક્યાં ખરાબી હતી અને તે ઉપરથી નીચે કઈ રીતે પડી હતી. એ તમામ મુદ્દે એફએસએલની ટીમે નિરીક્ષણ શરૂ કર્યું હતું. તપાસમાં એક સ્પેશિયલ ક્રેનનો પણ ઉપયોગ કરાયો છે. ક્રેનમાં બેસીને 40 ફુટ સુધી ઉપર જઈને એફએસએલની ટીમે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી.

કાંકરીયા ચકડોળ તુટી પડવાની ઘટનાની તપાસ કરવા FSL ટીમ પહોંચી

રાઇડની ચારે તરફ એફએસએલ અને ફાયરની ટિમ નિરિક્ષણ કર્યુ છે. તપાસ પૂર્ણ થતાં એફએસએલની ટિમ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Last Updated : Jul 15, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details