ગુજરાત

gujarat

ETV Bharat / state

હવેથી લગ્ન સમારંભમાં બોલાવી શકશે 200 મહેમાનો..સરકાર દ્વારા જારી કરવામાં આવી નવી ગાઈડલાઈન

ગુજરાત સરકાર દ્વારા આગામી લગ્ન સિઝન માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. હવે લગ્ન સમારંભમાં 200 લોકોનો સમાવેશ થઈ શકશે.

હવેથી લગ્ન સમારંભમાં બોલાવી શકશે 200 મહેમાનો.. સરકાર દ્વારા જારી કરવા માં આવી નવી ગાઈડલાઈન
હવેથી લગ્ન સમારંભમાં બોલાવી શકશે 200 મહેમાનો.. સરકાર દ્વારા જારી કરવા માં આવી નવી ગાઈડલાઈન

By

Published : Nov 3, 2020, 10:49 AM IST

  • લગ્ન સમારોહ અંગે રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન
  • કોરોના કાળમાં લગ્ન સમારોહને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન
  • નવી ગાઈડલાઈન 3 નવેમ્બરથી અમલમાં

    અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા આગામી લગ્ન સિઝન માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં હવે લગ્ન સમારંભમાં 200 લોકોનો સમાવેશ થઈ શકશે. જેના કારણે લગ્નની સિઝનને લાગતા વેપારીઓ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા લોકોને હવે કામ મળવાની આશા બંધાઈ રહી છે.
    હવેથી લગ્ન સમારંભમાં બોલાવી શકશે 200 મહેમાનો.. સરકાર દ્વારા જારી કરવામાં આવી નવી ગાઈડલાઈન
  • ઇટીવી ભારત સાથે ઇવેન્ટ મેનેજરની મુલાકાત

આ વિષય પર ઇટીવી ભારત દ્વારા વેપારીઓ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા લોકો સાથે ખાસ મુલાકાત કરી આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, તેમ તેમણએ જણાવ્યું છે. નવી ગાઈડલાઈનનો અમલ 3જી નવેમ્બરથી રાજ્યભરમાં અમલી બનશે.

કોરોનાને કારણે રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં અત્યાર સુધી 100 લોકોની મર્યાદા હતી. પરંતુ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે એના માટે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

  • ધામધૂમથી લગ્ન કરી શકાશે

હવે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકાશે. લગ્ન સમારંભોમાં હવે 200 મહેમાનો આમંત્રિત કરી શકાશે. જે મર્યાદા અત્યાર સુધી 100 મહેમાનોની હતી. કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે.

ABOUT THE AUTHOR

...view details