મધ્યપ્રદેશ: કે એલ અગ્રવાલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ન જાત પરંતુ મે જ્યારે કમલનાથ સરકારનો 15 મહિનાનો કાર્યકાળ જોયો અને વિપક્ષની હરકતો જોઇ, ત્યારે તેમને પાઠ ભણાવી અને ઘરે બેસાડવા માટે આ નિર્ણય લીધો છે.
કમલનાથે આ વિશે જણાવ્યું," મને માહિતી ન હતી કે અગ્રવાલ કોણ છે આથી જ્યારે મે જ્યારે તેમનું લક્ષ્ય અંગે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ હલકા અને વેચાઇ ગયેલા નેતાઓને ઘરે બેસાડવા માંગે છે. આવનારી ચૂંટણીઓ મધ્યપ્રદેશનું ભાવિ બદલી નાખશે."
આ ઉપરાંત પૂર્વ ભાજપ પ્રધાન કે એલ અગ્રવાલે જણાવ્યું હતું કે, " કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય મે એવા લોકો માટે લીધો છે જેઓ વેચાઇ ગયા છે અને હલકી રીતે રાજકારણ રમે છે. આ લોકોએ પ્રજાએ આપેલો અમૂલ્ય મત વેડફી નાખ્યો છે અને આવા તમામ લોકોને હું ઘરે બેસાડીશ.
ગુનામાં ભાજપ નેતા મહેન્દ્રસિંહ સિસોદિયા છે તેમણે સત્તામાં આવ્યા બાદ ગુનાને બરબાદ કરી નાખ્યું છે. ગુનામાં તેમણે કોઈ વિકાસકીય કામો કર્યા નથી તેમણે ફક્ત પ્રજાના પૈસા વેડફ્યા છે. આ જ હાલત શિવપુરી ની છે. હું કમલનાથજીને ભરોસો અપાવવા માંગુ છું કે મને ટિકિટ મળે કે ન મળે, મારું લક્ષ્ય મહેન્દ્રસિંહ સિસોદિયા અને તેની જેવા નેતાઓને ઘરે બેસાડવાનું અને મધ્યપ્રદેશમાં ફરીવાર કમલનાથ સરકાર લાવવાનું છે."