ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભવનસિંહના પુત્રને ડ્રગ રેકેટ કેસમાં 10 વર્ષની સજા

અમદાવાદ: શહેર નજીક વહેલાલની ઝાક GIDCમાંથી ડ્રગ ફેક્ટરી સાથે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા ભવનસિંહ રાઠોડના પુત્ર કિશોર રાઠોડને દોષિત જાહેર કર્યો છે. સોમવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આ મુદ્દે 10 વર્ષની સજા ફટકારી છે.

Court

By

Published : Oct 7, 2019, 6:39 PM IST

કિશોર રાઠોડે એફીડ્રીનમાંથી મેથેફેટામાઈન એટલે કે મેથ કે આઈસ નામનું ડ્રગ્સ બનાવવા વિક્કી ગોસ્વામી અને ડૉ. અબ્દુલ્લા નામના ‘ડ્રગ્સ માફિયા’ સાથે સોદો કર્યાની વિગતો જે-તે સમયે જાહેર થઈ હતી. ઝાક GIDCમાંથી 270 કરોડ પછી સોલાપુરની એવોન લાઈફ સાયન્સ લિ. નામની ફેક્ટરીમાંથી 2000 કરોડનું એફિડ્રીન પકડાયું હતું. ભવનસિંહ રાઠોડના પુત્ર જયસિંહ અને કિશોરસિંહ પર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસડાવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભવનસિંહના પુત્રને ડ્રગ રેકેટ કેસમાં 10 વર્ષની સજા

અગાઉ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પૂર્વ MLA ધારાસભ્યો બંને પુત્રો પોલેન્ડના ડ્રગ માફિયાને મળવા માટે દુબઈ ગયા હતા. બંનેએ એફેડ્રેઈન નામનો ડ્રગ નરેન્દ્ર કાચાને આપ્યું જેણે આ ડ્રગ્સને મેથામફેટામાઈનમાં તબ્દીલ કર્યું હતું. કિશોરસિંહ નકલી ચલણી નોટોના કેસમાં વર્ષ 2000માં પકડાયો હતો અને તેને 5 વર્ષની સજા ફટકરાવામાં આવી હતી. હવાલાથી આવેલા 91 લાખમાંથી મનોજને 51 લાખ અપાયા હતા.

મોમ્બાસામાં મિટિંગ બાદ એફીડ્રીનના સોદા પેટે કેન્યાથી વિક્કી ગોસ્વામીએ હવાલા મારફતે કિશોરસિંહ રાઠોડ અને જય મુખીને ૯૧,૯૦,૦૦૦ મોકલાવ્યા હતા. તેમાંથી જય મુખીએ ટૂકડે ટૂકડે ૫૧,૫૦,૦૦૦ ‘એવોન’ના સંચાલક મનોજ જૈનને આપ્યા હતા. આ રકમ પોતે સોલાપુર ફેક્ટરીના કર્મચારીઓના પગારપેટે અને ખર્ચપેટે વાપરી નાંખ્યાની કેફીયત મનોજે આપી છે. બાકીના રૂપિયા ૪૦ લાખ કિશોરસિંહ અને જય મુખીએ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details