- સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યો
- કોંગ્રેસ કાર્યાલયએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા
- સ્વ.માધવસિંહ સોલંકીના નિધનથી રાજકારણમાં શોકનો માહોલ
અમદાવાદઃ સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને ગાંધીનગર તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસ કાર્યાલય મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે. સ્વ.માધવસિંહ સોલંકીના નિધનથી રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે. ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજકીય સન્માન સાથે માધવસિંહના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો છે અનેે સાંજે 5 કલાકે વી.એસ. હોસ્પિટલ પાસે સ્મશાનગૃહમાં માધવસિંહના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાવામાં આવશે.
માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર
માધવસિંહ સોલંકી 4થી વધુ વખત મુખ્યપ્રધાન તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ચૂકેલા આ દિગ્ગજ નેતાનું શનિવારના રોજ 94 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે ગુજરાતના રાજકરણનો શોકનો માહોલ છવાયો છે. આજે રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પુત્ર અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હતા, જ્યારે તેમને પિતાના મોતના સમાચાર મળ્યાતા તેઓ આ સમાચાર સાંભળી તાત્કાલિક અમદાવાદ ફ્લાઈટ દ્વારા આવવા રવાના થયા હતા. ત્યાર બાદ માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ત્યારે ગાંધી પરિવાર માંથી પ્રિયંકા ગાંધી હાજરી આપશે તેવી શક્યતા છે.