અમદાવાદ: એક તરફ જ્યારે લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચેના સંબંધો વણસ્યા છે, ત્યારે ભારત ભરમાંથી ચીની વસ્તુના ઉપયોગ પર લોકો પ્રતિબંધ મૂકી રહ્યા છે અને સ્વદેશી વસ્તુઓ જ વાપરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે ભારતને આત્મનિર્ભર બનાવવાના રસ્તે ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગ્રીન મોબિલિટીના સ્થાપક કે જી બેન્ડ સેનિટાઇઝર બેન્ડ પ્રોડક્ટ લોન્ચ કરી છે.
વોકલ ફોર લોકલ: ભારતમાં પ્રથમ વખત અમદાવાદની કંપની દ્વારા સેનિટાઇઝર બેન્ડ બનાવ્યો - સેનીટાઇઝર
કોરોના વાઇરસ સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને આજકાલ લોકો સેનીટાઇઝરનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. પણ સેનિટાઇઝરનો ઉપયોગ સાવચેતીથી કરવોએ અનિવાર્ય છે. સાવચેતીથી સેનીટાઇઝરનો ઉપયોગ ન થાય તો તેના ઘાતક પરિણામ આવી શકે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ માસ્ક પહેરવાની, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ સાબુ વડે હાથ વારંવાર લોકોને ધોવાની લોકોને અપીલ કરી છે.
ભારતમાં પ્રથમ વખત અને તે પણ અમદાવાદમાં આ પ્રકારનું સેનેટાઈઝર બેન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે આ બેન્ડ લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ સેનેટાઈઝર પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો, ખાસ કરીને જ્યારે કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા હાથથી વધારે છે. ત્યારે હાથની સ્વચ્છ રાખવાએ આવશ્યક બની જાય છે અને ક્યારેક એવું પણ બને કે આપણે હાથ ટાઈપ કરવાનું ભૂલી જઈએ ત્યારે આ બેન્ડ જ્યારે હાથમાં જ હોય છે, ત્યારે સેનેટાઈઝ પ્રક્રિયા પણ સરળ બની રહે છે.
આ બેંડની કિંમત 300 રૂપિયા રાખવામાં આવી છે. જેથી કોઈ પણ વ્યક્તિ આ બેન્ડ ખરીદી શકે તેમજ પાંચ વર્ષથી લઈને કોઈપણ ઉમરવાડા વ્યક્તિ આ બેન્ડ પહેરી શકે છે.