ગુજરાત

gujarat

ETV Bharat / state

નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ

અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ASI (Naranpura Police Station ASI) તરીકે ફરજ બજાવતા અનિલકુમાર શુક્લાને ACBએ (ACB nabbed Naranpura Police Station ASI) લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી ASIએ ફરિયાદીને ધરપકડ ન કરી અને માર ન માર્યો સીધા કોર્ટમાં રજૂ કરવા માટે લાંચ માગી હતી.

નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠઝડપાયો, ACBએ છટકું ગોઠવી ભણાવ્યો પાઠ
નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ

By

Published : Dec 14, 2022, 10:30 AM IST

આરોપીને સીધો કોર્ટમાં રજૂ કરવા માગી હતી લાંચ

અમદાવાદશહેરમાં લાંચિયા સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં હવે નારણપુરા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે (Naranpura Police Station ASI) ફરજ બજાવતા અનિલકુમાર શુકલા 25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. (ACB nabbed Naranpura Police Station ASI)

લાંચિયા ASIએ આરોપીને સીધો કોર્ટમાં રજૂ કરવાની કરી હતી વાત આરોપી ASIએ એક આરોપીને ધરપકડ ન કરી, માર ન માર્યો સીધો જ કોર્ટમાં રજૂ કરવા માટે 50,000 રૂપિયાની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીએ લાંચ ન આપી અને આ મામલે ACBને જાણ કરી હતી. તો ACBએ છટકું (ACB nabbed Naranpura Police Station ASI) ગોઠવીને નારણપુરા પોલીસ સ્ટેશનની (Naranpura Police Station ASI) સામેના ફૂટપાથ ઉપરથી જ લાંચિયા પોલીસકર્મીની ધરપકડ (Ahmedabad Crime News) કરી હતી.

ASIએ માગી લાંચ આ મામલે ફરિયાદીને 26 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિ સાથે (Naranpura Police Station ASI) ઝઘડો થયો હતો. આ બાબતે ફરિયાદીએ 2 નવેમ્બરે ફરિયાદ આપી હતી. જ્યારે સામેવાળી વ્યક્તિએ પણ 13 નવેમ્બરે ફરિયાદ કરી હતી. ફરિયાદીના સામેવાળાએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જામીન મેળવ્યા હતા. જોકે, આ કામના આરોપી પોલીસકર્મી અનિલકુમાર શુક્લાએ પોતાના ફોનથી ફરિયાદીને ફોન કરીને તારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમ કહીને પોલીસ સ્ટેશન મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ આરોપીને લોકઅપમાં ન રહેવું હોય અને માર ન ખાવો હોય તેમ જ બારોબાર કોર્ટમાં રજૂ થવું હોય તો 50,000 રૂપિયા આપવા પડશે તેવી વાત કરી હતી. આથી આ સમગ્ર મામલે ફરિયાદીને 50,000 રૂપિયાની લાંચ ન આપવી હોય એસીબીનો (Ahmedabad Crime News) સંપર્ક કર્યો હતો.

ACBએ શરૂ કરી તપાસલાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને નારણપુરા પોલીસ સ્ટેશનની (Naranpura Police Station ASI) સામે આવેલા ફૂટપાથ ઉપર ASI અનિલકુમાર શુકલાને 50, 000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ તો આ ઘટનામાં પકડાયેલા પોલીસકર્મીને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની તજવીજ શરૂ કરે છે. ત્યારે પૂછપરછમાં તેણે અગાઉ કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે અને લાંચની રકમથી કોઈ મિલકત ખરીદી છે કે, કેમ તે દિશામાં એસીબીના (ACB nabbed Naranpura Police Station ASI) અધિકારીએ તપાસ શરૂ (Ahmedabad Crime News) કરી છે.

ABOUT THE AUTHOR

...view details