ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં હીટવેવના પગલે લીંબુના ભાવમાં બમણો વધારો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રી જવા પામ્યો છે. ગરમીથી બચવા પ્રજાજનો લીંબુપાણી સિકંજી શેરડીનો રસ બાફલો કેરીનું શરબત જેવા ઠંડા-પીણા પીતા હોય છે, પરંતુ હીટવેવની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં લીંબુની અછત વર્તાવા માંડી છે. પુરવઠા સામે માંગ વધતા લીંબુના ભાવમાં છેલ્લા 3 દિવસમાં બમણો વધારો જોવા મળ્યો છે.

By

Published : Apr 6, 2019, 4:40 PM IST

સ્પોટ ફોટો

લીંબુના વધતા ભાવોથી ત્રાહિમામ પોકારી ગયેલા પ્રજાજનો અને ખાસ કરીને ગૃહિણીઓ લીંબુના વપરાશમાં ખૂબ જ વધારો કરી રહી છે. ગત અઠવાડિયા પહેલા લીંબુનો ભાવ 20 કિલોના 800થી હજાર રૂપિયા હતો. જે વધુ પડતી ગરમીના આગાહીના કારણે સીધો 1,600 થી 1,800 સુધી વધેલો જોવા મળે છે.

ગુજરાતમાં હીટવેવના પગલે લીંબુના ભાવમાં બમણો વધારો નોંધાયો

અમદાવાદ શહેરના જમાલપુર કાલુપુર અને નરોડા હોલસેલ માર્કેટમાં વેપારીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, જો આ જ રીતના સતત ભાવ વધતા રહેશે. તો એવા દિવસો દૂર નથી જ્યારે લીંબુ 1 નંગ દીઠ મળતા થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details