ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પ્રથમ વખત કોરોના પોઝિટિવના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થશે

ગુજરાતમાં કોરોના સંક્રમિત મૃતદેહનું સૌપ્રથમ વખત પોસ્ટ મોર્ટમ અમદાવાદ સિવિલમાં કરવામાં આવશે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે, પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રખવામાં આવ્યા છે. હવે પીએમના સ્ટાફને પી એમ દરમિયાન ક્યાં ક્યાં ગાઈડ લાઇનનું પાલન કરવાનું તે જાણ થયા બાદ પીએમની પ્રક્રિયા હાથ ધરાશે.

post-mortem-of-corona-positive-death-patients
અમદાવાદમાં પ્રથમ વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થશે

By

Published : Aug 6, 2020, 1:33 PM IST

અમદાવાદ: આજે સમગ્ર દેશમાં જ્યારે કોરોના દર્દીથી અંતર રાખવા માટે સૂચના આપવમાં આવે છે, ત્યારે અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે અનેક લોકો કોરોનાનાં દર્દીઓના સંપર્કમાં આવ્યા છે, ત્યારે જે લોકોના મોત થયા છે. તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત મૃતદેહનું સૌપ્રથમ વખત પોસ્ટ મોર્ટમ અમદાવાદ સિવિલમાં કરવામાં આવશે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે, પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રખવામાં આવ્યા છે. હવે પીએમના સ્ટાફને પી એમ દરમિયાન ક્યાં ક્યાં ગાઈડ લાઇનનું પાલન કરવાનું તે જાણ થયા બાદ પીએમની પ્રક્રિયા હાથ ધરાશે.

અમદાવાદ સિવિલનમાં કોરોના સંક્રમિત મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાનાં દર્દી પાસે જતા પહેલા રાખવામાં આવતી તમામ તકેદારી રાખવામાં આવતી હતી તેવી જ રાખવામાં આવશે. ppe કીટ પહેરીને પીએમ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે દર્દીઓના મોત ક્યાં કારણથી થયા છે, જો અન્ય કોઈ કારણ જણાશે તો શ્રેય હોસ્પિટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details