ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'ઇદ-એ-મિલાદ'ને લઈને પોલીસનો શું હશે માસ્ટર પ્લાન, તે અંગે જાણો

ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો થતા મુસ્લિમ સમાજના લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો છે. ત્યારે જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો છે. સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો.

અમદાવાદમાં 'ઇદ-એ-મિલાદ'ને લઈને પોલીસનો શું હશે માસ્ટર પ્લાન, તે અંગે જાણો
અમદાવાદમાં 'ઇદ-એ-મિલાદ'ને લઈને પોલીસનો શું હશે માસ્ટર પ્લાન, તે અંગે જાણો

By

Published : Oct 18, 2021, 7:58 PM IST

  • ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી
  • જુલુસમાં 400 લોકો ભાગ લઇ શકશે
  • પોલીસનો કાફલો રહેશે તૈનાત

અમદાવાદ : રાજ્ય સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ અન્ય તહેવારની સરખામણીમાં સરકારે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવા કેટલાક નેતા કમિશનરને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓએ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાંયધરી આપી છે.

અમદાવાદમાં 'ઇદ-એ-મિલાદ'ને લઈને પોલીસનો શું હશે માસ્ટર પ્લાન, તે અંગે જાણો

ઈદના તહેવારને લઈને પોલીસનો કાફલો રહેશે તૈનાત

બીજી તરફ પોલીસે પણ આ તહેવાર ને લઈને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે. જેમાં 19મીના રોજ શહેરભરમાં 13 DCP, 24 SP, 70 PI, 225 PSI, 6000 પોલીસકર્મી, તેમજ SRP ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, PCR ગાડી, QRT વાહનો અને 91 C ટીમ તૈનાત રાખવામાં આવશે. ત્યારે હાલ આગેવાનો દ્વારા વહેલી સવારથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરી બને એમ ઝડપથી તમામ ગાઈડલાઈન સાથે પૂર્ણ કરવાની અધિકારીઓને ખાતરી આપી છે. તો બીજી તરફ જો કોઈ નિયમોનો ભંગ થશે તો પોલીસ પણ કાર્યવાહી કરતા ખચકાશે નહીં.

આ પણ વાંચો : ઈદ-એ-મિલાદની ઉજવણી માટેના જાહેરનામામાં ફેરફાર, જાણો ક્યા નવા નિયમો લાગૂ કરાયા...

આ પણ વાંચો :ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details