અમદાવાદઃ કોંગ્રેસના સભ્યો મનપામાં ઢોર ગુમ થવા મામલે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ આવેદનપત્ર શનિવારે આપવામાં વિપક્ષ પહોંચ્યું હતું. પણ તે વખતે કમિશ્નર હાજર રહ્યા ન હતા, ત્યારે વિપક્ષે આવેદનપત્ર સ્વીકારે તેવી માગણી કરી હતી, પરંતુ એ વખતે મેરે ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર સ્વીકારવાની વાત કરી હતી, પરંતુ ડેપ્યુટી કમિશ્નરએ પણ આવેદનપત્ર ન સ્વીકારતા હોબાળો મચ્યો હતો, પરંતુ મેયર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
આખરે મેયર બીજલ પટેલે વિપક્ષ દ્વારા આપેલું આવેદન પત્ર સ્વીકાર્યું - વિપક્ષ દ્વારા આપેલ નિવેદન પત્ર સ્વીકાર્યું
કોંગ્રેસના સભ્યો મનપામાં 96 ઢોર ગુમ થવા મામલે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ આવેદનપત્ર આપવા વિપક્ષ શનિવારે મનપા કચેરી પહોંચ્યા હતા. તે વખતે કમિશ્નર હાજર રહ્યા નહોતા, ત્યારે વિપક્ષ એમેય આવેદનપત્ર સ્વીકારે તેવી માંગણી કરી હતી.
આખરે મેયર બીજલ પટેલે વિપક્ષ દ્વારા આપેલ નિવેદનપત્ર સ્વીકાર્યું
મહત્વનું છે કે, ઢોરવાડા માંથી 96 ઢોર ગુમ થવા મામલે કોંગ્રેસના સભ્યો રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેરના ઢોરવાડામાં ઢોરને પૈસા લઈ બારોબાર મુક્ત કરી દેવાની ગંભીર ફરિયાદમાં વિજીલન્સ તપાસની માગણી બાદ આ સત્ય સામે આવ્યું હતું અને તેના માટે જ કોંગ્રેસે પણ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદની માગ કરી હતી અને જણાવ્યું હતું કે, જો આ વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ દેખાવો અને ધાણાના કાર્યક્રમ હાથ ધરાશે.
Last Updated : Mar 9, 2020, 7:20 PM IST