ગુજરાત

gujarat

ETV Bharat / state

IPL 2022: ગુજરાત ટાઈટન્સ ટીમની અમદાવાદમાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું - Final match of Narendra Modi Stadium IPL 2022

આઇપીએલ 2022ની (IPL 2022 )ફાઇનલ મેચ 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ક્વોલિફાયર-1 જીતીને ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans)ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેવામાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ અમદાવાદની હોટેલ હયાતમાં આવી પહોંચી છે.

IPL 2022: ગુજરાત ટાઈટન્સ ટીમની અમદાવાદમાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું
IPL 2022: ગુજરાત ટાઈટન્સ ટીમની અમદાવાદમાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું

By

Published : May 26, 2022, 4:07 PM IST

અમદાવાદઃઆઇપીએલ 2022ની ફાઇનલ (IPL 2022 )મેચ 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં( Narendra Modi Stadium )રમાશે. ત્યારે આઇપીએલ 2022ની ક્વોલિફાયર-1 જીતીને ગુજરાત ટાઈટન્સની ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એટલે કે ક્વોલિફાયર-2માં જે ટીમ જીતશે તે ગુજરાત ટાઇટન્સ સામે 29 મેના દિવસે (Gujarat Titans) ટકરાશે. તેવામાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ અમદાવાદની હોટેલ હયાતમાં આવી પહોંચી છે. જ્યાં ટીમના દરેક ખેલાડી અને પરિવારના સભ્ય પરફુલોનો વરસાદ કરી સ્વાગતકરાયું હતું.IPLની ફાઇનલમાં સૌપ્રથમ ગુજરાત ટાઈટન્સએ ક્વોલિફાય કર્યું છે. તેની સામે ફાઇનલમાં લખનઉ અથવા બેંગ્લોરની ટીમ ટકરાશે.

આ પણ વાંચોઃIPL Playoff Scenario: પ્લેઓફની રમત ખૂબ જ રોમાંચક બની રહી છે

ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદ પહોંચી -કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સની ટીમ સાંજે અમદાવાદ આવી પહોંચી હતી. ગુજરાત ટાઈટન્સ સીધી ફાઇનલ મેચ 29 મે રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Final match of Narendra Modi Stadium IPL 2022)ખાતે રમશે. આ આગાઉ સ્ટેડિયમ પર તે પ્રેક્ટિસ કરશે. અમદાવાદની એક ખાનગી હોટેલમાં આ ટીમ રોકાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પુષ્પવર્ષા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યા પોતાની ફેમિલી સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃIPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ફાઇનલની બધી ટીકીટ વેચાઈ ગઈ

વિશેષ બસમાં અમદાવાદ એરપોર્ટથી હોટેલ પહોંચી ટીમ -હાર્દિક પંડ્યા સાથે રશીદ ખાન, સુભમન ગીલ, કોચ આશિષ નહેરા અને અન્ય ખેલાડીઓ જોવા મળ્યા હતા. તેમના માટે વિશેષ ખેલાડીઓના કટઆઉટથી સજાવેલી બસ તૈયાર કરાઈ હતી. બે બસ દ્વારા એરપોર્ટથી હોટેલ સુધી ખેલાડીઓને લઇ જવાયા હતા

ABOUT THE AUTHOR

...view details