જી.એસ શ્યાન, ACP, એ ડિવિઝન અમદાવાદ: PMO ઓફિસર બનીને અનેક લોકોને ચૂનો લગાડનાર મહાઠગ કિરણ પટેલ હજુ લોકોને ભુલાયો નથી ત્યાં વધુ એક મહાઠગ ઝડપાયો છે, જેની પાસેથી એક નહીં પરંતુ 3 અલગ અલગ સરકારી વિભાગના આઈકાર્ડ મળી આવ્યા છે. અમદાવાદના SG હાઈવે ઉપર આવેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA માં પોતે ઓફિસર હોવાની પરિવારને ઓળખ આપી ઓફિસમાં પત્નીને લઈ જઈ બહાર ગાડીમાં બેસાડી અંદર પ્રવેશ કરતા જ તેને પકડીને તપાસ કરતાં તેની પાસેથી ત્રણ બોગસ આઈકાર્ડ મળી આવ્યા છે.
'આ યુવકે પોતે પત્નીને ઈમ્પ્રેસ કરવા માટે પોતે NIA માં સબ ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપી હતી, પત્નીને લઈને તે NIA ની ઓફિસમાં ગયો હતો અને તેને ગાડીમાં બેસાડી અંદર જઈને અલગ અલગઇન્કવાયરી કરત9 હોવાથી અધિકારીઓને શંકા જતા તેને ATS ખાતે લઈ જઈ તપાસ કરતા 3 આઈકાર્ડ મળી આવ્યા છે. જ3 આઈકાર્ડ તેણે જાતે બનાવ્યા છે. તે ભાગીદારીના વિઝા કન્સલટિંગનું કામ કરે છે. તેને આઈકાર્ડના ઉપયોગ ક્યાં ક્યાં કર્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.' -જી.એસ શ્યાન, ACP, એ ડિવિઝન
NIA ઓફિસર તરીકે આપતો ઓળખ:આ મામલે ગાંધીનગરમાં રહેતા અને મૂળ અમરેલીના યુવકની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગુજરાત એટીએસની કચેરી ખાતે પીએસઆઇ ફરજ ઉપર હાજર હતા, તે દરમિયાન એનઆઇએ કચેરીના અધિકારી એક વ્યક્તિને પકડીને એટીએસ કચેરી ખાતે લાવ્યા હતા. જે યુવકે પોતે NIA ઓફિસર તરીકેની ઓળખાણ આપી હતી અને અધિકારીઓને તેના ઉપર શંકા જતા તેને પકડીને એટીએસ ખાતે લઈ આવ્યા હતા.
3 અલગ અલગ સરકારી વિભાગના આઈકાર્ડ મળી આવ્યા કોણ છે મહાઠગ?:જે યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ગુંજન હિરેનભાઈ ઉંમર (31) અને તે 72 કાશ્મીરવેલી અલુવા ગાંધીનગર ખાતે રહેતો હોય અને મૂળ અમરેલીનો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસ કરતા તેની પાસેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું આઈકાર્ડ મળ્યું હતું. જેમાં ગુંજન હિરેનભાઈ કાંતિયા રેન્ક સબ ઇન્સ્પેક્ટર (ડેપ્યુટેશન) લખેલું હોય અને એન.કે ત્યાગી સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ (એડમીન) NIAની સહી કરેલી હતી.
બોગસ ડોક્યુમેન્ટ:અન્ય આઈકાર્ડની તપાસ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખેલું હોય, જેમાં હોદ્દો જુનિયર ટાઉન પ્લાનર IES ગ્રેડ 2 લખેલું હતું. તેમજ ઇસ્યુઈંગ ઓથોરિટી ડેબાસિસ બિસ્વાલ ડેપ્યુટી સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સહી કરેલી હતી. ત્રીજું આઈકાર્ડ તપાસતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હોય, જેમાં ગુંજન કાંતિયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની ઓળખ હોય, જેમાં એન્જિનિયર પંચાયત સર્કલ રાજકોટના હોદ્દા ઉપર સહી કરેલી હોય તે પ્રકારના અલગ અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા.
આઈકાર્ડ બતાવી ઉઠાવતો સુવિધાઓ: આ મામલે ગુજરાત એટીએસની ટીમે યુવકને આઈકાર્ડ બનાવવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ કાર્ડનો ઉપયોગ તે અલગ અલગ કચેરીઓમાં જતો ત્યારે કરતો હતો. આ સિવાય સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવાનું થાય તો ત્યાં પણ કરતો હતો અને 1 ઓગસ્ટના રોજ પોતાની પત્નીને પોતે NIA માં નોકરી કરતો હોય તેમ બતાવવા માટે એસ્ટર ગાડી લઈને આવ્યો હતો અને પત્નીને ગાડીમાં બેસવાનું જણાવી પોતે ઓફિસમાં જઈને આવે છે, તેવું કર્યું હતું.
પૂછપરછમાં ખુલાસા: છારોડી ખાતેની NIA કચેરીમાં પ્રવેશતા જ તેને સિક્યુરિટી ગાર્ડને પોતાનું આઈકાર્ડ બતાવ્યું હતું અને કચેરીમાં ગયો હતો. જોકે ત્યાંના અધિકારીઓને શંકા જતા તે પકડાઈ ગયો હતો. ATS એ આ આઈકાર્ડ બનાવવા બાબતે તેને પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન વેબસાઈટ મારફતે અલગ અલગ લોગો મેળવી પોતાના કોમ્પ્યુટરમાં કાર્ડ બનાવ્યા હતા.
ગુનો દાખલ:અંતે આ સમગ્ર મામલે NIA કચેરી ખાતે પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી કચેરીમાં પ્રવેશ કરી ખોટા એકર સાથે પકડાઈ જતા આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુંજન કાંતિયા નામના યુવક સામે આઇપીસીની કલમ 170, 420, 465, 468, 471 મુજબ ગુનો દાખલ કરી તેને સોલા હાઇકોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
- Kiran Patel Bail Petition : સેશન્સ કોર્ટમાં કિરણ પટેલની જામીન અરજી પર દલીલો પૂરી થઈ, 26 જુલાઈએ ચૂકાદો
- Kiran Patel Case : મેટ્રો કોર્ટે કિરણ પટેલની અરજી ફગાવતા હવે સેશન્સ કોર્ટમાં કરી નિયમિત જામીનની અરજી