ગુજરાત

gujarat

ETV Bharat / state

જો કોઈ અમારી સામે બંદૂક લઈને પણ ઉભું હશે તો પણ જાહેર જનતા માટે કામ કરવાનું બંધ કરવાના નથી: વિજય નેહરા

કોરોના દર્દીઓની સારવારને લઇને વાઇરલ થતાં વિડીયોની નકારાત્મકતાને લઇને એએમસી કમિશનર વિજય નેહરાએ નાગરિકોનો સાથસહકાર માગ્યો હતો.

જો કોઈ અમારી સામે બંદૂક લઈને પણ ઉભું હશે તો પણ જાહેર જનતા માટે કામ કરવાનું બંધ કરવાના નથી: વિજય નહેરા
જો કોઈ અમારી સામે બંદૂક લઈને પણ ઉભું હશે તો પણ જાહેર જનતા માટે કામ કરવાનું બંધ કરવાના નથી: વિજય નહેરા

By

Published : Apr 23, 2020, 2:52 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ માહોલ વચ્ચે જ્યારે લોકો પહેલેથી જ ડરેલા છે ત્યારે અમુક ખોટા વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. જેમ કે સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને મળતાં અયોગ્ય ભોજન અને સારવારના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ આ પ્રકારની નકારાત્મકતા ન ફેલાવવા દર્દીઓ તેમજ અન્ય નાગરિકોને અપીલ કરી છે.

વિજય નેહરાએ જણાવ્યું કે કોરોનાના તમામ દર્દીઓને યોગ્ય સારવાર તેમ જ ભોજન સમયસર આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં સામ મામૂલી વાત કે ખામીને ઉજાગર કરીને આ પ્રકારના વીડિયો બનાવવા યોગ્ય નથી. આ માહોલ નકારાત્મકતા ફેલાવવાનો નથી તેમ કમિશનર નહેરાએ જણાવ્યું. અત્યારે દરેક નાગરિકોએ કોરોના સામેની લડાઇમાં સરકારને સાથ અને સહકાર આપવો જોઇએ. હું ને મારી ટીમ પૂરી નિષ્ઠા સાથે આ સમયમાં કામ કરી રહ્યાં છીએ ત્યારે લોકોએ પણ અમને સહકાર આપવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details