ઈટીવી ભારતના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું, અને યુદ્ધના ધોરણે પાઈપો નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફક્ત ત્રણ દિવસમાં વર્ષોથી ચાલતી મુશ્કેલીઓ દૂર થવાથી સ્થાનિક રહેવાસીઓએ ETV ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
Etv Impact: અહેવાલ બાદ શરૂ થયું પાણીની પાઈપલાઈનનું કામ
અમદાવાદઃ ઈટીવી ભારતે 17 મેના રોજ સર્વોદયની ચાલી ગોમતીપુરમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હતું તે અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તુરંત જ હરકતમાં આવ્યુ હતું અને યુદ્ધના ધોરણે સોસાયટીમાં પાઈપલાઈનો નાખવાનું શરૂ કર્યું હતું.
ETV ઈમ્પેક્ટ
ગોમતીપુરામાં પાણીના પ્રશ્નના સમાચાર પ્રસારીત થવાના કારણે સર્વોદયની ચાલીના રહીશોને તંત્ર દ્વારા તાત્કાલિક નવી પાઈપ નાખી આપવામાં આવી હતી. વધુમાં જે ગટર કનેક્શન સરખા ન હતા તેમને પણ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.