અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવા હાજર થનારા નોંધાયેલા તમામ પક્ષના વકીલ, ન્યાયાધીશ અને રજીસ્ટર ક્લાર્કને ગેટ નંબર 5 પરથી પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત તમામ ગેટ બંધ રાખવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસને લગતા અને નોંધણી કરાવનાર વકીલ, ક્લાર્ક અને ન્યાયધીશને જ કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે નોંધાયેલા વકીલોને એન્ટ્રી પાસ ઈ-મેલ થકી ઉપલબ્ધ કરાશે - ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ફિઝિકલ સુનાવણી 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે, ત્યારે ફિઝિકલ સુનાવણીમાં આવનારા તમામ પક્ષના વકીલોને પ્રવેશ પાસ ઈ-મેલ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને પ્રવેશ દરમિયાન આ પાસની પ્રિન્ટ અથવા ડિજિટલ કોપી બતાવવાની રહેશે.
હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે નોંધાયેલા વકીલોને એન્ટ્રી પાસ ઈ-મેલ થકી ઉપલબ્ધ કરાશે
નોંધનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં કામ કરતા કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હાઈકોર્ટ પરિસરને સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આવતીકાલે એટલે કે મંગળવારે પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકી અગાઉ જાહેર કરાયેલી ગાંધીનગર IIPHની SOPને યથાવત રાખવામાં આવી છે. કોર્ટ હાલ 11 ી 4 વાગ્યા દરમિયાન કાર્યવાહી કરશે.