આ કેસમાં શકાંસ્પદ ભુમિકાને લીધે કોર્ટે પક્ષકાર બનાવેલા ધવલ જાનીને અમદાવાદ - ગાંધીનગર મેટ્રો લિંક એક્સપ્રેસમાં એડિશનલ કલેક્ટર બનાવતા કોગ્રેસ તરફે અરજી કરવામાં આવી હતી. અગાઉ ચૂંટણી પંચે રાજસ્થાનની IAS અધિકારી વિનિતા બોહરા અને ધવલ જાની સામે તપાસ કરી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. પોસ્ટલ બેલેટની ગણતરીમાં થયેલી ગેરરીતિ મુદે પોસ્ટલ બેલેટ દસ્તાવેજ તરીકે કોર્ટ સમક્ષ રજુ કરવા કે એ મુદે જવાબ રજુ કરવા ભુપેન્દ્રસિંહના વકીલ નિરુપમ નાણાવટ્ટીએ સમયની માગ કરતા હાઈકોર્ટે વધુ સુનાવણી અગામી શુક્રવારના રોજ નિયત કરી છે.
ધવલ જાનીની બઢતી મુદે ચૂંટણી પંચ અને ચુડાસમાના વકીલ ખુલાસો આપે: હાઈકોર્ટ - ધવલ જાનીની બઢતી મુદે
અમદાવાદ : વર્ષ 2017 ધોળકા વિધાનસભા કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી રિટ મુદે શુક્રવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. થોડાક દિવસ પહેલાં આ કેસના પક્ષકાર ધવલ જાનીને આપવામાં આવેલી બઢતી મુદે કરવામાં આવેલી અરજી પર કોર્ટે ભુપેન્દ્ર ચુડાસમા અને ચૂંટણી પંચના વકીલને જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો.
etv bharat ahmedabad
હાઈકોર્ટની સુનાવણી જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું હતું કે, ધોળકા વિધાનસભા બેઠક પર રિટર્નિગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીની પર શંકાસ્પદ ભુમિકા અદા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષ 2017 ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી.અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
Last Updated : Oct 18, 2019, 10:03 PM IST