અમદાવાદ-દિલ્હી:ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghani )બે દિવસ અગાઉ રાજકોટના જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગેતે સર્ટિફિકેટ લઈને બીજા (Controversial statement by Vaghani )રાજ્યમાં જતા રહે. તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતના વાલીઓમાં આક્રોશ છે, અને રાજકીય રીતે (Education system of Gujarat)પણ તેને વખોડી કાઢવામાં આવ્યું છે.
જીતુ વાઘાણીનો પાંગળો બચાવ -જીતુ વાઘાણીના નિવેદન પછી ખૂબ મોટો વિવાદ થયો અને પાર્ટીમાંથી તેમને ઠપકો પણ મળ્યો હોઈ શકે છે. તે દિવસે બે જાહેર કાર્યક્રમમાં તેમણે આવવાનું ટાળ્યું હતું. છેક સાંજે મીડિયા સામે આવીને તેમણે પોતાનો બચાવ પણ કર્યો હતો, પણ તે પાંગળો બચાવ હતો. પોતાનું નિવેદન અઘુરુ દર્શાવવામાં આવ્યું છે, એવું કહીને જવાબદારીમાંથી છટક્યા હતા. હકીકતમાં જીતુ વાઘાણીએ જે કહ્યું હતું કે કટાક્ષમાં જ કહ્યું હતું. અને તે વીડિયોમાં તેઓ સ્પષ્ટપણ કહી રહ્યા છે કે મીડિયાની હાજરી છે, અને કહું છું. જેને બીજા રાજ્યનું શિક્ષણ સારુ લાગતું હોય તો તે સર્ટિફિકેટ લઈને બીજા રાજ્યમાં જતા રહે.
આ પણ વાંચોઃવાઘાણી અને યુવરાજસિંહ આજે સોશ્યલ મિડીયામાં ટ્રેન્ડિંગ રહ્યા, જાણો શું હતા મુદ્દા
તમામ રાજકીય પક્ષોએ આકરી ટીકા કરી -જીતુ વાઘાણીના આ નિવેદન પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આકરી ટીકા કરી હતી. અને જીતુ વાઘાણીના નિવેદનને અહંકાર સાથેનું નિવેદન ગણાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ ટ્વીટ(Delhi Deputy CM Manish Sisodia) કરીને કહ્યું હતું કે ગુજરાતના લોકોએ સારા શિક્ષણ માટે ગુજરાત છોડીને જવાની જરૂર નથી. અમે ગુજરાતમાં જ સારૂ શિક્ષણ આપીશું.
ગુજરાતના શિક્ષણ અંગે શિક્ષણપ્રધાનને જ ખબર નથી -આજે શુક્રવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે તેઓ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જોવા માટે સોમવારે ગુજરાત આવી રહ્યા છે. 27 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં કોઈ સારી વ્યવસ્થા નથી. અને શિક્ષણ કથળી ગયું છે, તેની ખબર શિક્ષણપ્રધાનને જ ખબર નથી. શિક્ષણપ્રધાન શિક્ષણની વ્યવસ્થાને સુધારશે નહી તો કોણ કરશે? તેઓ કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. તો હવે હું સોમવારે ગુજરાત જઈને શિક્ષણની વ્યવસ્થાને જોવા જઈશ.
આ પણ વાંચોઃManish Sisodia Tweet : મનીષ સિસોદીયાએ કહ્યું ગુજરાતમાં જ દિલ્હી જેવું સારું શિક્ષણ આપીશું, વાઘાણીને જડબાતોડ જવાબ અપાયો