ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાના બેજવાબદાર લાઇફ સ્ટાઇલને લીધે હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને સોંપી

અમદાવાદ: શહેરમાં બાળકની કસ્ટડી મેળવવા માટે માતા અને પિતા વચ્ચે થતાં ઘર્ષણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં માતાની બેજવાબદાર લાઇફ સ્ટાઇલને લીધે હાઇકોર્ટે બાળકની કસ્ટડી પિતાને સોંપી હતી. જેનો વિરોધ કરતા માતાએ પણ હાઈકોર્ડમાં અરજી કરી હતી, પરંતુ માતાએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવા તથ્યો સામે આવ્યા હતા કે, હાલ અમેરિકામાં રહેતી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અરજદાર માતાની લાઇફસ્ટાઇટ ઉડાઉ અને બેજવાબદાર ભરેલી છે. અમેરિકામાં તેની વિરૂદ્ધ કેસ થતાં તેને સોશિયલ વર્કની સજા પણ થઇ છે. જેથી હાઈકોર્ટે બાળકની કસ્ટડી પિતાને સોંપી હતી.

Etv Bharat

By

Published : Sep 25, 2019, 10:12 AM IST

ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ કહેવાતી આધુનિક મહિલાઓની હાઇફાઇ લાઇફસ્ટાઇલનો ફિલ્મી પ્રકારનો આ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. જેમાં અમેરિકામાં રહેતી મહિલા (માતા)એ બાળકની કસ્ટડી મેળવવા અપીલ કરી હતી. આ અપીલ રદ કરતાં હાઇકોર્ટે કેટલાક નિર્વિવાદ તથ્યો નોંધ્યા હતા કે, ‘માતા અમેરિકામાં એક નાનકડા ઘરમાં રહે છે. તે કામ કરે છે અને જ્યારે એ કામ પર હોય ત્યારે બાળકને અજાણ્યાની સાથે મૂકવાની ફરજ પડે. જ્યારે કે અમદાવાદમાં બાળકને તેના પિતા ઉપરાંત દાદા-દાદીના સંગાથનો પણ લાભ મળે છે.

ઉલ્લેખનીય છે કે, માતાએ ભૂતકાળમાં આપઘાતના પ્રયત્નો કર્યા હતા. હાથની નસો કાપી હતી, કારમાંથી કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. તે શોપમાંથી ચોરી કરતી પણ ઝડપાઇ હતી અને તેની સામે કેસ થતાં કોમ્યુનિટી સર્વિસ પણ કરવી પડી હતી. બીજી તરફ અમેરિકામાં અભ્યાસ મોંઘો છે, ત્યારે ઘરની જરૂરિયાતો ઉપરાંત માતા બાળકના સ્કૂલનો ખર્ચ ઉઠાવી શકે કે કેમ તે બાબતે શંકા છે. તેવામાં ટ્રાયલ કોર્ટના જજે બાળકના હિતને ધ્યાનમાં લેતા ભારતમાં રહેતા તેના પિતાને તેની કસ્ટડી સોંપવાનો કરેલો નિર્ણય યોગ્ય હોય તેમાં હસ્તક્ષેપ કરવા જેવું જણાતું નથી.’

શું છે આ સમગ્ર મામલો

બાળકની કસ્ટડી મેળવવા હાઇકોર્ટમાં આવેલી મહિલા અમદાવાદની સેપ્ટ જેવી નામાંકિત સંસ્થાની ગ્રેજ્યુએટ છે. તેના પતિએ એન્જિયરિંગ અને MBA કરેલું છે અને તે અમેરિકામાં કામ કરતાં હતાં. 2009માં તેમના લગ્ન થયા હતા અને ફરવા માટે ઇટાલી ગયા હતા. ત્યારબાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. થોડા સપ્તાહ બાદ પતિને લાગવા લાગ્યું કે, આ મહિલા સ્વભાવે અધિકાર જતાવનારી, સ્વકેન્દ્રી, અસહિષ્ણુ, વર્ચસ્વ રાખનારી છે. જેને મોટું ઘર જોઇતું હતું. તે પતિના પરિજનો પ્રત્યે સારો વ્યવહાર રાખતી નહોતી. લગ્ન પછીની જવાબદારીનો નિર્વાહન કરતી નહોતી. પતિને નજરઅંદાજ કરી જાણે કોઇ હોટલમાં રહેતી હોય એવી રીતે રહેતી હતી.

તેમજ તેને હંમેશાં લક્ઝયુરિયસ લાઇફસ્ટાઇલ જોઇતી હતી અને તેની આ ઝાકઝમાળ ભરેલી ડિમાન્ડ પતિ પુરી કરી શકે તેમ નહોતો. તેને કામ કરવાની મંજૂરી મળી ગઇ હોવા છતાંય તે કામ કરી પતિને આર્થિક મદદ કરતી નહોતી. પતિ પાસે આઠ મહિના નોકરી નહોંતી તેમ છતાંય તેની લાઇફસ્ટાઇલમાં કોઇ ફર્ક પડ્યો નહોતો. તેને બાળકને પણ જન્મ આપવાની ઇચ્છા નહોતી. માતા બન્યા બાદ પણ તેનું વર્તન બદલાયું નહોતું. તે બાળકની કાળજી રાખતી નહોતી.

તેથી પતિને પિતા અને માતા બંનેની ભૂમિકા ભજવવી પડી હતી. 2015માં પતિના પિતાની તબિયત લથડતાવાથી તેને ભારત પરત ફરવું પડ્યું ત્યારે પત્ની બાળકની કાળજી ન લેતી હોય પતિ બાળકને લઇ ભારત આવ્યો હતો. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે બાળકની કસ્ટડીનો વિવાદ ઊભો થયો હતો, જેમાં ફેમિલી કોર્ટે પિતાને કસ્ટડી સોંપતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details