દૂધ સાગર ડેરી મામલે નીતિન પટેલનું નિવેદન, કહ્યું- સરકાર ડેરીને મદદ કરે છે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી સમયે કરવામાં આવ્યો હતો જેને લઈને મહેસાણાનું રાજકારણ ગરમાયુ હતું. આ અંગે નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહેસાણા દૂધ સાગર ડેરીની અનેક એવી બાબત વહીવટી અને અન્ય બાબતે જે કાંઈ ચર્ચા થઈ અને સરકાર પર જે આક્ષેપ થયા હતા.
મહેસાણા દૂધ સાગર ડેરીના સભ્યો દ્વારા ડેરીમાં સરકાર હસ્તક્ષેપ કરતી હોવાનો આક્ષેપ
આ અંગે વાત કરતા વધુમાં નીતિન પટેલે કહ્યું કે, દુધ સાગર ડેરી એ ફેડરેશન છે. જેનો વહીવટ લોકો કરે છે. એમાં કોઈ પણ રીતે સરકાર ભાગ ભજવતી નથી. સરકારતો ફેડરેશનને મદદ કરે છે, ત્યારે આજે ફેડરેશનના એમ. ડી. સોઢીએ આજે પ્રેસ કોન્ફ્રેસન્સ કરી હતી. તેમાં પણ આ અંગે વાત કરવામાં આવી છે.