ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS વિવાદ: મંજુલા શ્રોફ સહિત ત્રણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કુલ પણ વિવાદમાં સંપડાઈ છે. શાળા મુદે શિક્ષણ વિભાગમાં રજુ કરાતો NOC બોગ્સ હોવાથી DPS સ્કૂલના ટોચના આધિકારીઓ વિરૂદ્ધ દાખલ થયેલી પોલીસ ફરિયાદના ભાગરૂપે મંજુલા શ્રોફ, હિતેન વંસત અને અનિતા દુઆ દ્વારા અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં આગતોરા જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે 4 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.

મંજુલા શ્રોફ સહિત ત્રણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
મંજુલા શ્રોફ સહિત ત્રણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

By

Published : Dec 2, 2019, 9:27 PM IST

શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગ્સ NOC મુદ્દે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કૂલની માન્યતા રદ કરી હતી.

CBSE દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા સાથે એ પણ લેટરમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના આ વર્ષના જેટલા વિધાર્થીઓ છે. તે માર્ચ 2020ની બોર્ડની પરીક્ષા આપી શકશે, પરતું નિયમ મુજબ ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ બોનાફાઈડ રજિસ્ટર્ડમાં નોંધાયેલા જીઆર નંબર સાથેના હોવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details