14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું મહત્વ છે જ, પરંતું તેની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મકરસંક્રાતિ વિશેષ મહત્વ ધરાવે છે. પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ મકરસંક્રાતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે.
જાણો મકરસંક્રાતિનું મહત્વ, આ દિવસે દાનપુણ્ય કેવી રીતે કરશો? - ahemdabad news
અમદાવાદઃ મકરસંક્રાતિનું મહત્વ અને તે દિવસે દાન પુણ્ય કેવી રીતે કરવું, તે અંગેની જાણકારી મેળવવા માટે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાની વિશેષ મુલાકાત નિહાળીએ...
જાણો મકરસંક્રાતિ નિમિત્તે દાનપુણ્ય કેવી રીતે કરશો?
ગુજરાતના તમામ મંદિરોમાં મકરસંક્રાતિના દિવસે વિશેષ પૂજા પણ રાખવામાં આવે છે. તેમજ ભગવાનને લાપસીનો પ્રસાદ ધરાવાય છે. તેમજ ઉત્તરાયણના દિવસે લોકો ઊંધીયું, જલેબી, ગોળ અને તલની ચિક્કી, શેરડી, બોર અને જામફળ આરોગે છે. તેમજ આ દિવસે સૂર્યનો પ્રવેશ મકર રાશીમાં થતો હોવાથી, આ દિવસને મકરસંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્યના તાપમાં ઉભા રહેવાથી શરીર વધુ મજબૂત બને છે.