ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી ડ્રિમ પ્રોજેક્ટ: ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ શરૂ થશે

અમદાવાદ: મોદી સરકાર રોજગારીના તકોનું સર્જન કરવા માટે વિવિધ પ્રોજેક્ટોનું નિર્માણ કરતી હોય છે. જેમાં ધોલેરા સ્માર્ટ સિટીમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના મેન્યુફેક્ચરિંગ સહિતના પ્રોજેક્ટો શરૂ કરવામાં આવશે. જેને લઇ અમદાવાદ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી ડૉ.જે.એન.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

મોદી ડ્રિમ પ્રોજેક્ટ : ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ થશે શરુ

By

Published : Jul 27, 2019, 9:54 PM IST

વધુમાં જણાવીએ તો, કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ટેક્નોલોજી, ઈકો સિસ્ટમ ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો તથા ઇલેક્ટ્રિક વહોણાના નવા યુગની શરૂઆત અને પ્રોત્સાહન વિશે ચર્ચા કરવામાં આવી હતી. નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાન્ત વીડિયો કોન્ફ્રન્સ દ્વારા ચર્ચામાં જોડાયા હતા.

મોદી ડ્રિમ પ્રોજેક્ટ : ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ થશે શરુ
ચીફ સેક્રેટરી ડૉ. જે. એન. સિંઘે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે ઈ-મોબિલિટીના ક્ષેત્રમાં પણ ગુજરાત હરણફાળ કરશે. ધોલેરા ડેવલોપમેન્ટથી ગુજરાતના અને દેશના ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પ્રગતિ કરશે. લિથીય આયર્ન બેટરી મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરા શ્રેષ્ઠ પસંદ છે. ઈલેકટ્રીક વ્હેિકલના આ નવા યુગમાં ગુજરાત ફરીથી લીડર બનશે તેમજ ધોલેરા ઇલેક્ટ્રિક વિભાગનું કેપિટલ પણ બનશે. જેના ડેવલોપમેન્ટ માટે સરકાર તમામ પ્રયત્નો કરશે.

ABOUT THE AUTHOR

...view details