અમદાવાદ: શહેરમાં સમગ્ર ઉનાળાની ઋતુ પીવાના પાણીની પોકાર જોવા મળી હતી. તેના પગલે અનેકવાર વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં (Water problem in Ahmedabad) આવ્યો હતો, ત્યારે ફરી એકવાર કોર્પોરેશન વિરોધ પક્ષ શહેઝાદ ખાન પઠાણ કોર્પોરેશન અધિકારી પર પ્રહારો કર્યા છે. અમદાવાદમાં વોટર વર્ક્સમાંથી 1500 MLD પાણીનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. જે શહેરની જનસંખ્યા માટે (24 hours water in Ahmedabad) પૂરતો છે. તેમ છતાં કેમ અમદાવાદ શહેરની જનતાને પાણીનું પ્રેશર આપવામાં આવતું નથી. અમુક વિસ્તારમાં પીવાના પાણી માટે કેમ ટેન્કર બોલવા પડી રહ્યા છે. તેને લઈ પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચોઃઅમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી, ચોમાસામાં રહશે ખડે પગે
શહેરમાં 24 કલાક પાણી આપવાની જાહેરાત કરવામાં આવી -કોર્પોરેશન વિપક્ષ (Ahmedabad Corporation)નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા વર્ષે મ્યુનિશિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં 100 ટકા વોટર નેટવર્ક સ્થાપવાની વાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા શહેરની જનતાને 24 કલાક પાણી પુરવઠો આપવાની જાહેરાત કરી હતી પરંતુ કમનસીબે આ જાહેરાત જ રહી છે.