અમદાવાદ : કોગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે 2019માં બદનક્ષીના કેસ મુદ્દે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે જે બદનક્ષી નો કેસ થયો હતો તેમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા મેટ્રો કોર્ટ ના હુકમને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સાથે જ અરજદારે બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તા ની જુબાની હાઇકોર્ટમાં લેવામાં આવે એવી પણ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો :આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2019 માં લોકસભાના ચૂંટણીના સમયે રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ એડીસી બેંક અને જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલ્યા હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા.આ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ ભાજપના નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આ સમગ્ર મામલો મેટ્રો કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે આ જ કેસમાં રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની પણ આપી હતી.
આ પણ વાંચો Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
રોહન ગુપ્તાની જુબાની ખૂબ જ મહત્વની :જોકે આ બદનક્ષીના કેસમાં અરજદાર મેટ્રો કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ કેસ મામલે રોહન ગુપ્તાની જુબાની ખૂબ જ મહત્વની છે. તેથી તેમની જુબાની લેવામાં આવે. પરંતુ મેટ્રો કોર્ટે રોહન ગુપ્તાની જુબાની લેવાની પરવાનગી આપી ન હતી અને અરજદારની આ અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી.