ગુજરાત

gujarat

ETV Bharat / state

Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે 2019માં બદનક્ષીના કેસ મુદ્દે અમદાવાદની મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસ મુદે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ આજે આ સુનાવણી થઈ શકી ન હતી.

Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી
Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી

By

Published : Feb 24, 2023, 10:06 PM IST

અમદાવાદ :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે 2019માં બદનક્ષીના કેસ મુદ્દે અમદાવાદની મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2019 માં લોકસભાના ચૂંટણીના સમયે રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ એડીસી બેંક અને જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલ્યા હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા. આ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ ભાજપના નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આ સમગ્ર મામલો મેટ્રો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે આ જ કેસમાં રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની પણ આપી હતી.

મેટ્રો કોર્ટે :બદનક્ષીના કેસમાં અરજદાર મેટ્રો કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ કેસ મામલે રોહન ગુપ્તાની જુબાની ખૂબ જ મહત્વની છે. તેથી તેમની જુબાની લેવામાં આવે, પરંતુ મેટ્રો કોર્ટે રોહન ગુપ્તાની જુબાની લેવાની પરવાનગી આપી ન હતી અને અરજદારની આ અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી.

મેટ્રો કોર્ટે અરજીને ફગાવી દીધી હતી :એ સમયે રોહન ગુપ્તા કોંગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયાના ચેરમેન હતા અને હાલ તેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. અરજદાર દ્વારા મેટ્રો કોર્ટમાં બદનક્ષીના કેસમાં કોંગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયાના ચેરમેન અને કોંગ્રેસ પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની લેવામાં આવે એવી ખાસ અરજી કરી હતી, પરંતુ અમદાવાદ મેટ્રો કોર્ટે અરજીને માન્ય રાખી ન હતી અને તેને ફગાવી દીધી હતી. આ સમગ્ર મામલે મહત્વનું છે કે, આ અરજી થતા જ રાહુલ ગાંધી સામે મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે ત્યારબાદ ખબર પડશે કે, રાહુલ ગાંધી સામે કોઈ પણ પ્રકારના કાર્યવાહી થશે કે નહીં.

આ પણ વાંચો :New chief justice of Gujarat : ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એ જે દેસાઈની નિમણૂક

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ :આ બદનાક્ષીના કેસ મામલે અરજદારે મેટ્રો કોર્ટના હુકમને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે, બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની હાઇકોર્ટમાં લેવામાં આવે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અરજીને ગ્રાહ્ય રાખતા આ સમગ્ર મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :Supreme Court : પટના હાઈકોર્ટના 7 જજોના GPF બંધ, SCએ કેન્દ્ર અને બિહાર સરકારને નોટિસ મોકલી

ABOUT THE AUTHOR

...view details