ગુજરાત

gujarat

ETV Bharat / state

શું ડમ્પિંગ વાહનોમાં નંબર પ્લેટની જરૂર નથી? કાયદો તો બધાને લાગુ પડે જ ને...! - kalpesh bhatt

અમદાવાદ: પીરાણા તેમજ આસપાસના વિસ્તારોમાં ડંપીંગ સ્ટેશનના કોન્ટ્રાક્ટરની ગાડીઓમાં 80% ટ્રેક્ટર અને ટ્રકો તેમજ અન્ય ગાડીઓમાં પાછળના ભાગમાં નંબર પ્લેટ હોતી નથી. ત્યારે પ્રશ્ર એ થાય કે શું નિયમો બધા સામાન્ય જનતા માટે જ હોય છે.

વીડિયો

By

Published : May 12, 2019, 7:41 PM IST

જ્યારે નાગરિકોના વાહનોમાં PUC, નંબર પ્લેટ કે મિરર ન હોય તો પણ પોલીસ મેમો આપતી હોય છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરોની સાઠ ગાંઠ અથવા તો તેમના સંબંધો કેટલા ઉપર સુધી હોઈ શકે છે, કે તેઓ ખુલ્લેઆમ બેરોકટોક નારોલ અને વિશાલા બંને બાજુથી પોલીસ સ્ટેશનની સામેથી જ નીકળે છે અને દાણીલીમડા પોલીસ સ્ટેશનથી વળી જાય છે માટે ચારે બાજુ પોલીસ સ્ટેશનની વચ્ચેથી જ પસાર થતા હોવા છતાં તેમને ક્યારે કોઈ મેમો આપવામાં આવતો નથી.

શું ડંપિગ વાહનોમાં નંબર પ્લેટની જરૂર નથી? કાયદો તો બધાને લાગુ પડે જ ને...!

કચરો ભરવા માટેની ટકો,ટ્રેક્ટર ઉપરાંત ડસ્ટ લેવા માટેની મોટી ગાડીઓ તથા ક્રેનોમાં અને જેસીબી મશીનોમાં પણ પાછળ નંબર પ્લેટ હોતી નથી. ત્યારે સવાલ એ છે કે, જ્યારે આવા વાહનો અકસ્માત કરીને બેફામ ભાગી જઈ શકે છે, ત્યારે CCTV હોવા છતાં પણ નંબર પ્લેટ ન હોવાથી કઈ કરી શકતું નથી. ત્યારે અમદાવાદની જનતા ભગવાનના ભરોસે જીવે છે એમ કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details