આ અંગે ભુમિક શાહે જણાવ્યુ હતું કે, 'અમે છેલ્લા ત્રણ વર્ષથી ડાકલાના અલગ-અલગ વર્ઝન બનાવીએ છીએ. કારણ કે, લોકોમાં તેની ડિમાન્ડ છે. હું જ્યાં પણ ફરવા જવું ત્યાં લોકો આ ડાકલાની રાહ જોતા હોય છે. લોકોમાં આ ડાકલા ખૂબ જ લોકપ્રિય બન્યા છે.'
ડાકલા મેન ભૂમિક શાહે નવરાત્રી પુર્વે 'મહાકાળી ડાકલા' સોન્ગ લોન્ચ કર્યું
અમદાવાદ: જાણીતા લાઈવ પરફોર્મર ભૂમિક શાહ છેલ્લા બે વર્ષથી ડાકલાના નવા નવા વર્ઝન લોન્ચ કરે છે. આ વર્ષે તેમણે નવરાત્રી માટે મહાકાળી ડાકલા સોન્ગ લોન્ચ કર્યુ છે. આ પહેલા તેમણે ચોટીલા ડાકલા અને બીજા વર્ષે રોજો એટલે કે ખોડીયાર માં ના ડાકલા લોન્ચ કર્યા હતાં. જે ગરબા પ્રેમીઓને ખુબ પસંદ આવ્યા હતાં.
ડાકલા મેન ભૂમિક શાહ નવરાત્રી પુર્વે 'મહાકાળી ડાકલા' સોન્ગ લોન્ચ કર્યું
મહાકાળી ડાકલા સોન્ગ વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, 'આ વીડિયોની ખાસિયત એ છે કે, તેમાં એનિમેશન અને લાઈવ શૂટના ફૂટેજના મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. વીડિયોમાં ગરબા રમતાં લોકોને દર્શાવાયા નથી. આ ડાકલાની વિશેષતાએ છે કે, તેમાં એક પણ ફિલ્મ ગીતનું મિશ્રણ નથી. માત્ર પ્રાચિન ગરબા અને રાસનો ઉપયોગ કર્યો છે. આ ડાકલા કવિ ઘનશ્યામ ગઢવીએ લખ્યા છે.