અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે જીએસટી ચોરી કેસમાં ભાવનગરમાં તપાસ કરીને બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જે યુવકોમાં ભાવનગરના નઈમ લાખાણી અને મીતુલ ઓઝાની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની તપાસ કરવામાં આવતા ઝડપાયેલા નઈમ દ્વારા 3 બોગસ કંપની બનાવી 24 કરોડના બનાવટી બીલો બનાવ્યા હતા.જ્યારે મીતુલ ઓઝા રૂપિયા ફેરવવા માટે APMC ના 5 એકાઉન્ટ પુરા પાડ્યા હતા, વધુમાં APMC ના એકાઉન્ટ મા રૂપિયા જમા કરાવી આરોપી રોકડા કરાવી લેતા હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં આગામી સમયમાં અન્ય મોટા કૌભાંડી સુધી તપાસનો રેલો પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Ahmedabad Crime: GST ચોરી કેસમાં સામેલ બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરથી કરી ધરપકડ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે GST ચોરીની તપાસમા બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલાં બંને આરોપીઓની તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. મહત્વનું છે કે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની સાથે સામેલ અન્યની પણ તપાસ શરૂ કરી છે.
"જીએસટી ચોરી કેસમાં ભાવનગરથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે, આ ગુનામાં તેઓની સાથે સામેલ અન્ય જે પણ લોકો હશે તેઓને પકડી પાડવામાં આવશે. આ રાજ્ય વ્યાપી જીએસટી ચોરી કેસને લઈને ઊંડાણપૂર્વક તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે".-- ચૈતન્ય મંડલી (ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી)
તપાસ કરીને કોર્ટમાં રજૂ:મહત્વનું છે કે આ સમગ્ર મામલે પકડાયેલા બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી તપાસ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે આ આરોપીઓ સાથે ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે અને કેટલા સમયથી આરોપીઓ દ્વારા આ પ્રકારે ગુનાહિત કૃત્ય આચરવામાં આવતું હતું તે તમામ દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી શકે છે.
- Ahmedabad Fraud News : ટુરમાં મોકલવાના નામે 4 લાખની ઠગાઈ, ટુર ઓપરેટર પૈસા લઈ ફરાર
- Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
- Ahmedabad Crime : આર્મીના બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડમાં સામેલ આરોપીઓને પકડવા ક્રાઈમની ટીમ જમ્મુ માટે રવાના