ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો કે, અમિત શાહ વિરૂદ્ધના કેસમાં ગુનો સાબિત થયો ન હતો. ત્યારે લોકસભાની ચુંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે, હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. જ્યાર બાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીના અમિત શાહને હત્યારોના નિવેદન પર સમન્સ અંગે મેટ્રો કોર્ટ નિર્ણય લેશે
અમદાવાદઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દો કહેવા બદલ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. મેટ્રો કોર્ટે બદનક્ક્ષી કેસમાં ફરિયાદી ભાજપના ખાડિયા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને અન્ય બે સાક્ષીઓની જુબાની લીધા બાદ કેસમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ સમન્સ જારી કરવું કે કેમ તે અંગે 30મી એપ્રિલના રોજ ચુકાદો આપશે.
metro court
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂદ્ધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે.