ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાંડ મંજૂર કર્યા - remand

અમદાવાદઃ શહેરમાં રવિવારે કાંકરિયાના બાલવાટિકા પાસે અચાનક રાઈડ તૂટી પડતા સંચાલક ઘનશ્યામ પટેલ અને સંડોવાયેલા લોકો વિરૂધ દાખલ કરવામાં આવેલી ફરિયાદના ભાગરૂપે 6 આરોપીઓને ઘી-કાંટા મેટ્રો કોર્ટમાં એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટ ડી.પી. પુરોહિત સમક્ષ રજૂ કરાતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાંડ મંજૂર કરવામા આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

ahd

By

Published : Jul 16, 2019, 10:24 PM IST

મણિનગર પોલીસ તરફથી મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપીઓના 10 દિવસની માંગ કરવામાં આવી હતી જોકે કોર્ટે 18મી જુલાઈ સુધીના રિમાંડ મંજુર કર્યા છે. સરકારી વકીલે રજુઆત કરી હતી કે રાઈડ એસેમ્બલ હતી અને ક્યાંથી લાવવામાં આવી હતી. કેટલી જુની છે, શું એના રિપેરિંગ અંગે કોઈ રિપોર્ટ આપવામાં આવી હતી કે કેમ, તેની તપાસ કરવાની પણ બાકી છે તથા FSLની રિપોર્ટના આધારે તપાસ કરવાની જરૂર છે.તમામ આરોપીઓને સાથે રાખીને તપાસની જરૂર હોવાથી 10 દિવસના રિમાંન્ડની માંગણી કરવામાં આવી હતી.

જયારે બચાવ પક્ષે દલીલ કરી હતી કે, વર્ષ 2014થી વિવિધ શરતો મુજબ રાઈડ ચાલું કરવામાં આવી હતી.દરેક રિપોર્ટ અને રેકોર્ડ કોર્પોરેશને બતાવવામાં આવે છે. વર્ષ 2014 થી 2019 દરમ્યાન કોઈ નાનો - મોટો અકસ્માત થયો નથી. આ અકસ્માત થયો તેમાં કોઈને મારી નાખવાનો હેતું નથી. આ કેસના આરોપીઓએ ઈજાગ્રસ્તોને પોતાની ગાડીમાં હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા છે.પોલીસ તપાસમાં પણ સહયોગ કર્યો હોવાથી રિમાંડ મંજુર કરવામાં ન આવે...

ઉલ્લેખનીય છે કે, રવિવારે કાંકરિયા બાળવાટિકાની બાજુમાં આવેલી રાઈડ ચાલુંમાં એકાએક તુટી પડતા બે લોકોના મોત અને 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details