અમદાવાદ: કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો જ્યાં છે ત્યાં જ રહી ગયા છે. જે લોકો રસ્તા પર છે, તેમને મદદની જરૂર છે પણ હવે મદદ પણ ઓછી પડી રહી છે. સમગ્ર જમાલપુર વિસ્તારમાં આ રીતે યુવાનો કામ કરે છે.
કોરોના વાઈરસ, લોકડાઉન અનેે માનવતા: યુવાનો આવી રીતે પુરૂ પાડે છે ભુખ્યાને ભોજન લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ રાખીને તેમના ઘરે જઈને 2 રોટલી મેળવે છે. કોઈ ગોળ આપે તો પણ તેમની પાસેથી લઈને સાંજે ગરીબોને એક ટંક જમવાની વ્યવસ્થા કરી આપે છે .
કોરોના વાઈરસ, લોકડાઉન અનેે માનવતા: યુવાનો આવી રીતે પુરૂ પાડે છે ભુખ્યાને ભોજન દો રોટી દેશ કે નામ હેઠળ કામ કરતા જમાલપુર વિસ્તારના યુવાનોએ જણાવ્યું હતું કે, અમે પહેલા અમારી પોકેટ મનીમાંથી ભેગા થઈને ગરીબોને જમાડતા હતા, પરંતુ ધીમે ધીમે લોકોની સંખ્યા વધતી ગઈ. અમારા રૂપિયા પુરા થવા લાગ્યા પણ અમે ગરીબોનું અને ભૂખ્યા માટે કઈ કરવા માંગતા હતા.જેથી અમે દરેક ઘરમાંથી 2 રોટલી લેવાનો વિચાર આવ્યો કારણ કે, જમાલપુર વિસ્તારમાં મઘ્યમવર્ગના લોકો રહે છે. તેમના ઘર પુરતુ જ મર્યાદિત અનાજ હોય છે. એટલે એ લોકો જે રોટલી બનાવે તેમાં 2 રોટલી વધારે બનાવે તો જરૃરિયાત વાળા લોકોને મદદ થઈ શકે. અત્યારના સમયમાં આજ મોટી દેશ ભક્તિ છે. અમે આ કાર્યક્રમમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો ઘરમાંથી બહાર ન આવે તે માટે વોકેન્ટીયર માસ્ક બાંધીને નિશ્ચિત સમયમાં લોકોના ઘરેથી 2 રોટલી અને એક ટુકડો ગોળ ભેગો કરીને સાંજે લોકોને જમાડીએ છીએ.
કોરોના વાઈરસ, લોકડાઉન અનેે માનવતા: યુવાનો આવી રીતે પુરૂ પાડે છે ભુખ્યાને ભોજન કોઈ વ્યક્તિ તેમના ઘરમાંથી 1 કે 2 બટાકા અને ડુંગળી આપે તો, અમે તેનું શાક બનાવીએ છીએ. આમ લોકોનું પેટ ભરવા આ યુવાનો ઘરે ઘરે જઈને 2 રોટલી ઉઘરાવે છે.