- રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસોમાં વિસ્ફોટ
- 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસો નોંધાયા
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત નિપજ્યા
અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોન કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,415 કેસ નોંધાયા છે. જેની સામે 948 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,437 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.
ગંભીર બિમારી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું વેક્સિનેશન
26,41,905 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને 5,84,482 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બિમારી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું વેક્સિનેશન થયું છે. આ વેક્સિનના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચો : આજના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો અને શરૂ થયો કોરોનાકાળનો કપરો સમય
આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલા આંકડા
આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 450, વડોદરામાં 146, રાજકોટમાં 132, ભાવનગરમાં 32, જામનગરમાં 28, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 16, ખેડામાં 24, પંચમહાલમાં 20, ભરુચ અને સાબરકાંઠામાં 18-18, કચ્છમાં 17, નર્મદામાં 15, છોટા ઉદેપુરમાં 14 સહિત કુલ 1,415 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ 948 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી