અમદાવાદ: સરકારે જયારે 4200 ગ્રેડ પે અંગેનો પરિપત્ર જાહેર કર્યો ત્યારથી જ રાજ્યના 60,000 કરતા વધુ શિક્ષકો સરકારથી નારાજ હતા અને વિરોધ શરુ કર્યો હતો. આ વચ્ચે શિક્ષકોના વિરોધમાં કોંગ્રેસે પણ સહકાર આપ્યો હતો અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ શિક્ષકોના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતાં. ગ્રેડ પે ને લઈને રાજ્યમાં વિરોધ વધી રહ્યો હતો જેને પગલે સરકારે અચાનક જ હાલ પુરતો પરિપત્રને સ્થગિત કર્યો છે.
અમદાવાદ: ગ્રેડ પે અંગેના પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય કોંગ્રેસે આવકાર્યો, પરંતુ રદ કરવાની માગ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોંગ્રેસ તથા શિક્ષકોના ભારે વિરોધ બાદ પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે યથાવત રાખ્યો છે. એટલે કે હાલ પુરતો પરીપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. જે નિર્ણયને કોંગ્રેસે સ્વીકાર્યો છે, પરંતુ પરિપત્ર રદ કરવા અંગે કોંગ્રેસે માગ કરી છે.
ગ્રેડ પે અંગેના પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય કોંગ્રેસે આવકાર્યો
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારના પરિપત્રથી 60,000થી વધારે શિક્ષકોનો વિરોધ હતો, લોકોના વિરોધના પગલે જ સરકાર જાગી છે અને હાલ પૂરતો પરિપત્ર સ્થગિત કર્યો છે. કોંગ્રેસ પક્ષ સરકારના આ નિર્ણયને આવકારે છે, પરંતુ કોંગ્રેસ પક્ષની માગ છે કે પરિપત્ર રદ જ થવો જોઈએ અને શિક્ષણ વિભાગ બગડી ગયેલા શિક્ષણની સ્થિતિ સુધારવા માટે કામ કરે છે.