અલ્પેશ કથીરિયા માટે હાર્દિક કોંગ્રેસનો પ્રચાર અધુરો છોડી ગુજરાત પરત ફરશે - ahemdabad
અમદાવાદ: કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હાલમાં ગુજરાત બહાર કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હાર્દિક હવે પ્રચાર અધુરો છોડી 1લી મે એ ગુજરાત પરત ફરશે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાટીદાર નેતાઓની બેઠક યોજાશે જેમાં હાર્દિક હાજરી આપવા માટે ગુજરાત પરત આવશે.
ફાઈલ ફોટો
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કાથીરિયા હાલ સુરતની જેલમાં છે અને હવે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાટીદાર નેતાઓની બેઠક યોજાશે જેમાં હાર્દિક હાજરી આપશે. 1લી મે એ રાજકોટ ખાતે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત પાટીદાર નેતાઓ અલ્પેશની જેલમુક્તિ માટે બેઠક યોજશે. જેમાં હાર્દિક પણ હાજર રહેશે અને આગામી સમયમાં અલ્પેશને જેલમુક્ત કરવા માટે બનતા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
Last Updated : Apr 30, 2019, 7:51 AM IST