ગુજરાત કોંગ્રેસમાં હાલ 6બેઠકો પર નામ જાહેર કરી દીધા છે, હજુ તો થોડા સમય પહેલા જ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે, તેઓ આગામી લોકસભામાં NCP સાથે ગઠબંધન નહીં કરે, આ જાહેરાતની થોડી કલાકો બાદ જ કોંગ્રેસે રાજ્યની સાત બેઠકો પર નામની મોહર લગાવી દીધી છે.
કોંગ્રેસે ગુજરાતની 6 બેઠકો પર નામ જાહેર કર્યા, જાણો કઈ બેઠક પર મોહર લાગી - ahmedabad
અમદાવાદ: આગામી 17મી લોકસભા માટે કોંગ્રેસે ગુજરાતની 6 લોકસભા સીટ માટે નામ જાહેર કરી દીધા છે. અગાઉ કોંગ્રેસે 6 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, આમ હવે કુલ 12 નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ
કોંગ્રેસ જે સીટ પર નામ જાહેર કર્યા છે તેમાં જોઈએ તો પંચમહાલમાં વીકે ખાંટ, પાટણમાંથી જગદીશ ઠાકોર, રાજકોટમાંથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા, વલસાડમાં જીતુ ચૌધરી તથા જૂનાગઢમાંથી પૂંજા ભાઈ વંશના નામની જાહેરાત કરી દીધી છે.
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે અગાઉ 6 નામ જાહેર કર્યા બાદ હવે વધું 6નામ જાહેર કરી દીધા છે. આમ હવે કુલ મળીને લોકસભા માટે કોંગ્રેસે 12નામ ફાઈનલ કરી દીધા છે.
Last Updated : Mar 29, 2019, 12:20 AM IST