અમદાવાદ : ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં તોડજોડનું રાજકારણ શરૂ થયું છે.
ગુજરાત કોંગ્રેસના 37 ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ક્રોસ વોટિંગના ડરના કારણે બધા ધારાસભ્યોને જયપુરમાં મોકલી છે. જે માટે કોંગ્રેસ ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતા.
રાજ્યસભાની જંગ: કોંગ્રેસ ધારાસભ્યો જયપુર જવા રવાના લીમડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ રાજીનામું આપ્યું છે, અધ્યક્ષે આ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73થી 69 થયું છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, જે ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. તેમને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. પૈસાથી તેઓ ખરીદાયા છે. દરેક ધારાસભ્યને ભાજપે 15 કરોડ રૂપિયા આપ્યા હોવાનું અમુક ધારાસભ્યોએ જણાવ્યું હતું. કોંગ્રેસે આ પાંચે ધારાસભ્યોની બ્લેકલિસ્ટ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનશે. ખૂબ જ ટૂંકા સમયમાં આ ધારાસભ્યો વિધાનસભામાં હાજર થશે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી માટે તેઓ પોતાનો વોટ પોતાના ઉમેદવારોને આપશે, ત્યાં સુધી કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં ધારાસભ્યો રિસોર્ટમાં રહેશે.