આ બેઠકમાં તમામ મહાનુભાવોના આગમન પહેલા ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગાંધી આશ્રમમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગાંધી આશ્રમમાં યોજાનારી પ્રાથના સભામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ભાગ લેશે.
CWCની બેઠક પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાતે - Sabarmati Ashram
અમદાવાદ: કોંગ્રેસ વર્કિગ કમિટિની CWSની બેઠક 12 માર્ચે અમદાવાદમાં યોજાશે. તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. CWCની બેઠક પહેલા ગાંધી પરિવાર તથા અન્ય કોંગ્રેસના નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં પણ ભાગ લેશે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ તમામ મહાનુભાવો શાહીબાગ ખાતેના શહીદ સ્મારક જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર બાદ CWC બેઠકનો પ્રારંભ કરવામાં આવશે. બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રેલીને સંબોધિત કરશે.