જેમાં વેજલપુર, જુહાપુરા, મકતમપુર, મકરબા વિસ્તારની અનેક સોસાયટીમાં મતદાર સ્લીપ નથી મળી મતદાર સ્લીપ સમયસર મતદારો સુધી પહોંચે તે જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. તાત્કાલિક મતદાર સ્લીપ મળે તેવી કોંગ્રેસની માંગ કરી છે.
કોંગ્રેસે ચૂંટણી પંચને કરી વધુ એક ફરિયાદ, મતદારોને સ્લીપ ન મળવા મુદ્દે ફરિયાદ
અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં 117 બેઠક પર મતદાન થશે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન થશે. કોંગ્રેસ આક્ષેપ કર્યો કે, ગરીબ અને લઘુમતી વિસ્તારમાં ગાંધીનગર લોકસભા બેઠક પર મતદાર સ્લીપની નથી મળી.
ફાઈલ ફોટો
ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં મતદારો પાસેથી વોટર આઈડી કાર્ડ ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યા હોવાનો મતદાન પહેલા મતદાન કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી પણ આક્ષેપ કર્યો છે. આવી પ્રવૃત્તિ કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા કરી માંગ કરવામાં આવી છે.