આ અગાઉ દિલ્હીના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડના સભ્યોની કમિટીને હવામાં પ્રદુષણનું સ્તર ઘટાડવા માટે શું પગલા લઈ શકાય એ મુદ્દે અમદાવાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો. હવે કમિટીને 2 જુલાઈના રિપોર્ટ રજુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક એકમોમાં વપરાતા ઈંધણ અને વાલ્વ મુદ્દે કમિટી રિપોર્ટ રજૂ કરેઃ NGT
અમદાવાદ: શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કમિટીની રચના કરવાનો આદેશ કર્યો છે. જે વિવિધ ઓદ્યોગિક એકમ અને ફેક્ટરીમાં ઉપયોગ કરાતા સસ્તા ઈંધણ અને વાલ્વ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી 2 જુલાઈએ હોથ ધરવામાં આવશે.
ઔઘોગિક એકમોમાં વપરાતા ઈંધણ અને વાલ્વ મુદ્દે કમિટી રિપોર્ટ રજુ કરે : NGT
ઔઘોગિક એકમ અને ફેક્ટરીમાં ઉપયોગ કરાતા સસ્તી ગુણવતાવાળા ઈંધણ અને વાલ્વથી શું નુકસાન થાય છે એ અંગેની માહિતી રજુ કરવા તમામ રાજ્યના ગ્રીન ટ્રિબ્યુનલ તેમજ વન અને પર્યાવરણ મંત્રાલયને આદેશ કર્યો હતો. જે ઔઘોગિક એકમોને સસ્તી ગુણવતાવાળું ઈંધણ અને વાલ્વનો ઉપયોગ કરવો હોય તો તેને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પરવાનગી લેવાની રહેશે. અમદાવાદના વકીલ દ્વારા શહેરમાં હવાની ગુણવતા અંગે ફરીયાદ દાખલ કરાતા એનજીટીને દખલ આપવાની ફરજ પડી હતી.