ભાજપના નેતા જયનારાણે ફેસબુક પર પોસ્ટ કરેલી કવિતામાં સરકારને લુલી દર્શાવી બેકારી, ભૂખમરો, સ્ત્રીઓ પર અત્યાચાર, દુષ્કર્મ અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જયનારાયણ વ્યાસની કવિતા પર કોંગ્રેસે કર્યો કટાક્ષ
અમદાવાદ: ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ફેસબુક પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં સરકારને લુલી ગણાવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી છે અને સરકારને કવિતામાંથી પ્રેરણા લઈને સમસ્યાઓ અંગે નિવારણ લાવવા જણાવ્યું છે.
મનીષ દોશી
આ કવિતા પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, જયનારાયણ વ્યાસ એક સમયના સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને હાલમાં વરિષ્ઠ નેતા છે. તેમણે આડકતરી રીતે સરકારને વર્તમાનની સમસ્યા કવિતાના માધ્યમથી બતાવી છે. સરકારે હવે વિપક્ષની નહીં પરંતુ પોતાના જ અગેવાનની વાત ધ્યાને લઈને સમસ્યાઓનું નિવરણ કરવું જોઈએ.