અમદાવાદ :CMA દ્વારા ડિસેમ્બર 2021 માં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જૂન મહિનામાં લેવાનારી પરીક્ષા કોરોનાના કારણે મોકૂફ રહી હતી. જે CAની ફાઇનલ પરીક્ષામાં (CMA Exam Result) અમદાવાદના 247 માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ચાલુ વર્ષે 14.98 ટકા પરિણામ
ડિસેમ્બર 2020 માં 41.48 ટકા પરિણામ આવ્યું હતું. જે ચાલુ વર્ષે 14.98 ટકા પરિણામ આવ્યું છે. તેને લઈને ગતવર્ષ કરતા 25 ટકા જેટલો (2022 CMA Exam Result) પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન પરીક્ષા અને પરીક્ષા માટેનું લેવલ વધારાતા પરિણામમાં ઘટાડો થયો હોવાનું અનુમાન આવી રહ્યું છે.
ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં મેળવ્યો 5મો રેન્ક
મેઘ કુમાર શાહએ 484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 5મો રેન્ક મેળવ્યો છે. તે જણાવે છે કે, રોજની 12 કલાકની મહેનત અભ્યાસ પાછળ કરતો હતો. થરા ગામમાં પિતા ખેતી કરે છે, માતા હાઉસવાઈફ છે, પણ હું CMA બનાવવા માટે 5 વર્ષથી અમદાવાદમાં રહું છું. પિતા દર અઠવાડિયે એક વાર મળવા આવે છે. બહેન પણ CMA છે જેથી તેના તરફથી અભ્યાસ માટે માર્ગદર્શન મળતું હતું.